મહિલા કર્મચારીઓને કાયમી કરવા નિઃવસ્ત્ર બનાવીઃ અંગત સવાલો પૂછ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કચ્છ-ભૂજમાં બનેલી ઘટનાનો વિવાદ શમ્યો નથી ત્યાં હવે સુરતની સ્મીમેર હોસ્પીટલ જે સતત વિવાદોમાં ઘેરાયેલી હોય છે. એ ફરી વિવાદમાં આવી છે. સુરતની સ્મીમર મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે ફીઝીકલ ટેસ્ટ લેવામાં આવે છે. અને ફિઝીકલ ટેસ્ટમાં ઉત્તિર્ણ થયા બાદ જ કાયમી કરવામાં આવતા હોય છે.ે
મહિલા કર્મચારીઓને કાયમી કરવા માટે સ્મીમર હોસ્પીટલમાં ફીઝીકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. ત્યાં ૧૦ જેટલી મહિલા કર્મચારીઓને નિઃવસ્ત્ર કર્યાની તથા કેટલાંક અંગત સવાલો પૂછ્યાના પણ સમાચાર બહાર આવ્યા છે. જેથી હોસ્પીટલમાં ભારે હોબાળો મચ્યો હતો અને આ અંગે મહિલાઓએ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સમક્ષ રજુઆત કરી હોવાનું જાણવા મળે છે. આ સંદર્ભે પોલીસ ફરીયાદ પણ કરવામાં આવનાર છે.
મહિલાઓને નિવસ્ત્ર કરવાની ઘટના પ્રકાશમાં આવતાં જ સમગ્ર મહિલા જગતમાં આક્રોશ છવાયો છે. અને જવાબદારો સામે કડક પગલાં ભરવા મહિલા સંસ્થાઓએ માંગ કરી રહ્યા છે. આ સમાચાર પ્રકાશમાંઅ ાવતા જ સમગ્ર ઘટનાની તપાસ કરવા રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ સુરત આવનાર છે. સમાજમાં આવા બનાતા બનાવાથી સામાજીક સંસ્થાઓ પણ તપાસ કરી કડક પગલાં ભરવા માંગણી કરી છે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશ્નરે ફરીયાદ કરવામાં આવી છે.