માણાવદર કોલેજમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન નું સન્માન કરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા પીઢ અને સહકારી ક્ષેત્રના અનુભવી *ડોલરભાઈ કોટેચા* એ જેઠાભાઇ પાનેરા સંચાલિત શ્રી જે.એમ. પાનેરા શૈક્ષણિક સંકુલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી જેઠાભાઈ, ટ્રસ્ટી શ્રી સમીરભાઈ દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે લોહાણા સમાજના આગેવાનો તથા સહકારી બેંકના કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કરેલ.