Western Times News

Gujarati News

બંને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ૧૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છતાં COVID-19 ના દર્દીઓને સારવાર માટે હિંમતનગર કેમ લાબું થવુ પડે છે ?

અરવલ્લી જિલ્લામાં વહિવટી તંત્રના જણાવ્યા મુજબ  કોરોના વાયરસ Covid-19ની પ્રવર્તમાન મહામારીને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર  દ્વારા જિલ્લાની ક્વોરોન્ટાઇન અને આઈસોલેશન વોર્ડની ફેસીલીટી સુસજ્જ કરવામાં આવેલ છે. જિલ્લામાં કુલ ૧૦ સંસ્થાઓ ખાતે માટે ૩૭૯ બેડ સાથેની ક્વોરોન્ટાઇન સુવિધા અને સાર્વજનિક હોસ્પિટલ તેમજ વાત્રક(બાયડ)  હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં ૮૫ બેડ તથા  ૧૪ વેન્ટીલેટર સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જોકે આશ્ચર્ય ની વાત છે કે ગંભીર દર્દીઓની સારવારની કોઈ અદ્યતન સિસ્ટમ નથી કે પછી મોટા ઉપાડે જાહેર કરવામાં આવેલ તૈયારી માત્ર કાગળ પર છે તેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે વહિવટી તંત્રની જાહેરાત મુજબ જો અરવલ્લી જિલ્લાની કોવીડ હોસ્પિટલમાં 14 વેન્ટીલેટર હોય તો પછી ગંભીર દર્દીઓની સ્થિતિ નાજુક થતાંની સાથે હિંમતનગર કોવીડ -૧૯ હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવી રહ્યા છે તેવી ચર્ચા જોર પકડ્યુ છે.  હિંમતનગર કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયેલા દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ કોરોના સામે જંગ હારી જતા મોત ને ભેટી રહ્યા હોવાથી અરવલ્લીવાસીઓમાં ભય જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ,અરવલ્લી જીલ્લામાં અત્યાર સુધી ૧૫૬  પોઝીટીવ દર્દીઓ માં થી ૧૨૦ દર્દીઓ કોરોનાને હરાવી  સ્વસ્થ થયા છે જ્યારે ૧૪ લોકોનો કોરોનાએ ભોગ લેતા મોત ને ભેટયા છે જીલ્લામાં ૨૨ જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે અત્યાર સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓને ઓક્સીજન ઓછું પડતું હોય તેવા દર્દીઓને હિંમતનગર કોવીડ-૧૯ હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવતાં જીલ્લાની બંને કોવીડ-૧૯ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા હોવા છતાં  હિંમતનગર શા માટે રીફર કરવામાં આવે છે..? તે પ્રશ્નઃ જિલ્લાવાસીઓ માટે વણ ઉકેલ્યો બની રહ્યો છે હિંમતનગર કોવીડ -૧૯ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત કેટલાક દર્દીઓએ દમ તોડી દેતા મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં પૈસે ટકે સુખી લોકો કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાંતાની સાથે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા છે જેમાં મળતી માહિતી મુજબ ત્રણ લોકોને કોરોના પોઝેટીવ આવ્યો છે
એપ્રિલ માસમાં વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર કોરોનાના દર્દીઓની સારવાર માટે સુસજ્જ હોવાની જાહેરાત સાથે જીલ્લામાં ખાનગી હોસ્પિટલ ધરાવતા ૫૦ પ્રાઈવેટ તબીબી નિષ્ણાતોએ  જરૂર પડે કોરોનના દર્દીઓની સારવાર માટે તૈયારી બતાવેલ હતી તો પછી આ તબીબો જેમણે તૈયારી બતાવી હતી તે તબીબો પાસેથી આરોગ્ય સેવાઓ લેવામાં તંત્ર ઉણુ ઉતર્યું કે પછી અન્ય કોઈ કારણ….!! આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે હાલ તો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
અરવલ્લી જિલ્લામાં અત્યારે પરિસ્થિતિ દિન પ્રતિ દિન ગંભીર થઇ રહી છે છેલ્લા કેટલાક દિવસથી શંકાસ્પદ લોકલ ટ્રાન્સમીશન કેસ પણ જોવા મળી રહ્યા છે. મોડાસા નગર માં અત્યાર સુધી ૬૦  કેસ નોંધાયા છે  જ્યારે જિલ્લામાં 156 પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં બાયડમાં ૧૬, ભિલોડામાં ૨૦, મેઘરજમાં ૧૩, ધનસુરામાં ૨૦, માલપુર માં ૦૧ અને મોડાસા ગ્રામ્યમાં ૨૬ કેસ નોંધાયા છે .

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.