Western Times News

Gujarati News

માતા-પિતાએ ૨ દિવસના દીકરાનો દેહ દાન કર્યો

પ્રતિકાત્મક

દાહોદમાં આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ પ્રકારનું અંગદાન પહેલીવાર થયું છે

વડોદરા, મધ્ય ગુજરાતના મહત્તમ આદિવાસી સમાજના લોકોની વસતી ધરાવતા દાહોદ જિલ્લામાં રવિવારના રોજ એક દંપતી દ્વારા એવો ર્નિણય લેવામાં આવ્યો જે ચોક્કસપણે હૃદયસ્પર્શી તો છે, પરંતુ સાથે જ પીડાદાયી પણ છે. અહીં એક માતા-પિતાએ જન્મના માત્ર બે દિવસ પછી મૃત્યુ પામનાર દીકરાનું શરીર મેડિકલના અભ્યાસ માટે દાન કરી દીધું છે.

વયસ્કોના અંગદાનના તો ઘણાં કિસ્સા આપણે સાંભળ્યા છે, પરંતુ આ પ્રકારને નવજાતનું શરીર વિદ્યાર્થીઓ માટે કોઈએ દાન કર્યું હોય તેમ ભાગ્યે જ બન્યું હશે. ઉલ્લેખનીય છે કે ૨૭મી મેના રોજ સી-સેક્શનથી બાળકનો જન્મ થયો હતો.

માતા-પિતાના તો જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હશે, પરંતુ તેમણે આ દુખની ઘડીમાં પણ નેક કામનો વિચાર કર્યો અને દીકરાના મૃતદેહને શૈક્ષણિક હેતુ માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એનાટોમી વિભાગને સોંપી દીધો. દાહોદમાં આવેલી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ પ્રકારનું અંગદાન પહેલીવાર થયું છે.

મૃતક નવજાતના પિતા સુનિલ રામસિંહ ડામોર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં બસ કન્ડક્ટર તરીકે કામ કરે છે. તે દેવગઢ બારિયા બસ ડેપો પર કાર્યરત છે. જ્યારે માતા સોનલ ગૃહિણી છે. દાહોદના ઝાલોદ તાલુકાના વારોડ ગામમાં રહેતા સુનિલ જણાવે છે કે, દેહ દાન મહા દાન છે.

અમે આ ર્નિણય એટલા માટે લીધો કે, આ સિવાય અન્ય વિકલ્પ એ હતો કે અમે અમારા દીકરાના અંતિમ સંસ્કાર કરતા. પરંતુ જાે તેને હોસ્પિટલમાં સોંપીએ તો, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કંઈક નવુ શીખવા તો મળશે. હોસ્પિટલ તંત્ર માટે પણ આ વાત ઘણી ચોંકાવનારી હતી. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દાહોદના ડીન ડોક્ટર સી.બી. ત્રિપાઠી જણાવે છે કે, બાળકના માતા-પિતા નાણાંકીય રીતે ગરીબ છે,

આદિવાસી સમાજના છે તેમ છતાં શીક્ષિત છે. બાળકના પિતાએ પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે વાતચીત કરી, તેમને સમજાવ્યા અને પછી બોડી ડોનેશનની તૈયારી દર્શાવી. અમારા માટે આ ર્નિણય ઘણો મોટો છે. આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં કામ કરતાં અમને એવા ઘણાં માતા-પિતા મળે છે જે સંપૂર્ણપણે કુપોષણ અને બાળ મૃત્યુ દરના વિષયને સમજતા નથી.

દાહોદમાં આ દર પ્રમાણમાં વધારે છે, જેનું એક કારણ લોકોની વિવિધ પ્રકારની અંધશ્રદ્ધાઓ પણ છે. પરંતુ આ યુવા દંપતીએ દેહ દાનનું મહત્વ સમજ્યું. આ પ્રકારના કેસ ખરેખર ઘણાં દુર્લભ હોય છે. ઉલ્લેખનીય છે કે બાળકના પરિવારના સભ્યો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પૂજા કરવામાં આવી, પુષ્પ અર્પણ કરવામાં આવ્યા અને ત્યારપછી મૃતદેહને એનાટોમી વિભાગને સોંપવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.