Western Times News

Gujarati News

માત્ર દંડ વસુલ કરવાનો અભિગમ નથી, પરંતુ ટ્રાફિક નિયમો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે અભિગમ છે

નવેમ્બર માસમાં રૂ.૧ કરોડ, ર૪ લાખ ૩૩ હજાર, પ૦૦ દંડ વસુલ કરાયો :  તેજસ પટેલ (ડીસીપી ટ્રાફિક)

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ગુજરાતીમાં કહેવત છે કે સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ તે કહેવતની પ્રતિતિ આજે થઈ રહી છે. ટ્રાફિક નિયમો કંડક થતાં તથા દંડની રકમ વર્ધાયા બાદ ટ્રાફિક પોલીસ પણ વધુ કાર્યરત બની છે. શહેરના નાગરીકો જેઓ અત્યાર સુધી ટ્રાફિક નિયમો પ્રત્યે બેદરકારી દાખવતા હતાં તો કેટલાક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી શેખી મારતા હતાં તે લોકોને ટ્રાફિક પોલીસે લાલ આંખ બતાવતાં જ નિયમોનું પાલન કરતા થયેલ જાવા મળે છે.


પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને પકડી, મેમો ઈસ્યુ કરી ભારે દંડ વસુલ કરવાનું શરૂ કરતાં માત્ર નવેમ્બર માસમાં જ ર૪૮૮૩ ટ્રાફિક નિયમન ભંગ કરતા ઈસ્યુ કરી રૂ. ૧ કરોડ ર૪ લાખ, ૩૩ હજાર પાંચસો રૂ.દંડના વસુલ કર્યા છે. જે દર્શાવે છે કે શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે કેટલા બેદરકાર છે.

દ્વિચક્રી વાહન ચાલકોએ પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરવું જરૂરી ેછ. જેથી અકસ્માતમાં જીંદગી બચી શકે, પરંતુ કાયદો હોવા છતાં દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર બિન્દાસ વાહન ચલવે છે. પરંતુ ટ્રાફિક પોલીસની લાલ આંખ તથા સઘન ઝુંબેશ હેલ્મેટ પહેર્યા વગર ચલાવતા વાહન ચાલકો બચી શકશે નહી. અને ભારે દંડ ચુકવવાની તૈયારી રાખવી પડશે.

મળતી માહિતી મુજબ ઓકટોબર માસમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહનચાલકોની સંખ્યા, જેમને મેમો ઈસ્યુ કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો તે સંખ્યા હતી ર૦પ૮, જયારે તે વધીને નવેમ્બરમાં વધીને ર૪૮૮૩ થઈ છે, દંડની રકમ જેમની પાસે વસુલ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના હેલ્મેટ નહી પહેરી દ્વિચક્રી વાહનચાલકો જ છે. રૂ.૧ કરોડ ર૪ હજાર માત્ર હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકો પાસેથી નવેમ્બરમાં વસુલ કરાયા હતાં. હેલ્મેટ ન પહેરી વાહન ચાલકો પોતાનો જીવ જાખમમાં મુકતા હોય છે. સાથેસાથે નિર્દોષ લોકોમાં પણ ભોગ લેતા હોય છે. તેજસ પટેલ ડી.સી.પી ટ્રાફિક જણાવે છે કે ટ્રાફિક નિયમો પરત્વે લોકોમાં જાગૃતિ આવે તે ભાવથી સાથે કામ કરી રહયા છે., દંડની રકમ વસુલાત તે ગૌણ બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.