Western Times News

Gujarati News

વિદ્યાર્થીનીઓની છેડતી કરતો આવારા શખ્સ ઝડપાયો

દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાઓ બાદ પોલીસતંત્ર એલર્ટ  : શિક્ષકની ફરિયાદના આધારે મહિલા
પોલીસે હાંસોલ વિસ્તારમાં કરેલી મહત્વપૂર્ણ કામગીરી

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયના વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં દુષ્કર્મની ઘટના બાદ પોલીસતંત્ર એલર્ટ થયેલું છે. હૈદરાબાદમાં ડોકટર યુવતિ સાથે દુષ્કર્મ ગુજારી તેને જીવતી સળગાવી દેવાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ગુજરાતમાં પણ વડોદરા અને રાજકોટમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાઓ ઘટયા બાદ રાજયભરમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહયા છે.

બીજીબાજુ શાળા કોલેજામાં બહાર વિદ્યાર્થિનીઓની છેડતી કરતા આવારા તત્વોને ઝડપી લેવા માટે ખાસ સુચના આપવામાં આવી છે. શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના હાંસોલ તલાવડી પાસે આવેલી એક ઈંગ્લીશ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓની છેલ્લા ઘણા સમયથી આવારા તત્વો દ્વારા છેડતી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

જેના પગલે શાળાના શિક્ષકે આ અંગે ફરિયાદ નોંધાવતા જ મહિલા કોન્સ્ટેબલે ખાનગી ડ્રેસમાં વોચ ગોઠવીને વિદ્યાર્થિનીની છેડતી કરતા એક આવારા તત્વને રંગે હાથ ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટનાઓ બાદ ગૃહ વિભાગ સતર્ક બન્યું છે. રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આવા કેસોમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે સાથે સાથે શહેરમાં આવારા અને લુખ્ખા તત્વો વિરૂધ્ધ પણ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વડોદરામાં સામુહિક દુષ્કર્મના આરોપીઓ હજુ ઝડપાયા નથી જેની શોધખોળ ચાલી રહી છે આવા નરાધમો સામે કડક કાર્યવાહી કરવા માટેની લાગણી પ્રવર્તી રહી છે

ત્યારે રાજયના ગૃહ વિભાગે શાળા કોલેજાની બહાર પણ પેટ્રોલિંગનો આદેશ આપ્યો છે શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળના હાંસોલ તલાવડી પાસે આવેલી જાણીતી ઈંગ્લીશ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ શાળાએ આવતી હોય ત્યારે તથા છુટીને ઘરે પરત ફરતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કેટલાક શખસો દ્વારા ખુલ્લેઆમ છેડતી કરવામાં આવતી હતી જેના પગલે વિદ્યાર્થિનીઓ ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

આ અંગે કેટલીક વિદ્યાર્થિનીઓએ હિંમત દાખવી શાળાના શિક્ષકોને રજુઆત કરી હતી. શિક્ષકો પણ વિદ્યાર્થિનીઓની રજુઆતથી ચોંકી ઉઠયા હતાં. વિદ્યાર્થિનીઓની છેડતીના પગલે શાળાના શિક્ષકે આ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી શિક્ષકની રજુઆતના પગલે પોલીસ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતાં.

એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલા એલઆરડી તરીકે ફરજ બજાવતા સંગીતાબેન તથા અન્ય મહિલા સ્ટાફને આવારા તત્વોને ઝડપી લેવાની કામગીરી સોંપી હતી જેના પગલે સંગીતાબેન તથા તેમની ટીમ શાળાની આસપાસ ખાનગી ડ્રેસમાં વોચ રાખતી હતી આ દરમિયાનમાં ગઈકાલે સ્કુલમાંથી છુટેલી વિદ્યાર્થિનીઓની એક શખ્સ ખુલ્લેઆમ મશ્કરીઓ કરી બિભત્સ ચેનચાળા કરતો હતો.

આ શખ્સને જાતા જ મહિલા ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને સંગીતાબેને તાત્કાલિક આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરી હતી પુછપરછ કરતા આ શખ્સ સરદારનગર જવાહર કોલોનીમાં જ રહે છે અને તેનું નામ ભાવેશ પ્રકાશભાઈ ખીયારી હોવાનું ખુલવા પામ્યુ છે પોલીસે ભાવેશની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.