માનસિંહ સિસોદીયાને અમદાવાદ ખાતે આસી. ડાયરેક્ટર તરીકે પ્રમોશન મળતાં વિદાયમાન અપાયું
જિલ્લા માહિતી કચેરી પાલનપુરના માહિતી અને પ્રદર્શન કેન્દ્ર અંબાજી ખાતે સિનિયર સબ એડીટર તરીકે ફરજ બજાવતાં શ્રી માનસિંહ સિસોદીયાને આસીસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ-૨ તરીકે અમદાવાદ ખાતે પ્રમોશન મળતાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરના સ્ટાફ ધ્વારા ભાવભર્યુ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિકારી અને કર્મચારીઓ ધ્વારા શાલ, પુષ્પગુચ્છ અને શ્રીફળ- સાકર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. પાલનપુર માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી ડી. પી. રાજપૂત અને કર્મચારીઓએ શ્રી સિસોદીયાની ઓફિસમાં કામ કરવાની આગવી કુનેહ અને મિલનસાર સ્વભાવની પ્રશંસા કરી તેમની કામગીરીને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૦૦માં માહિતી ખાતા દ્વારા યોજાયેલ રાજ્યકક્ષાની બેસ્ટ રાઇટીંગ સ્પર્ધામાં શ્રી સિસોદીયા પ્રથમ નંબરે વિજેતા થયા હતાં ત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે તત્કાલીન માહિતી કમિશનરશ્રી વી. એસ. ગઢવી અને ઉચ્ચ અધિકારીશ્રીઓના હસ્તે પુરસ્કારની રકમનો ચેક અર્પણ કરી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
માનસિંહ સિસોદીયાએ વર્ષ-૧૯૯૧માં ડાંગ જિલ્લામાંથી નોકરીની શરૂઆત કરીને રાધનપુર, દાંતા, પાલનપુર, હિંમતનગર, છોટાઉદેપુર, અંબાજીમાં પણ નોકરી દરમ્યાન સાથી કર્મચારીઓ અને મિડીયાના મિત્રો સાથે સારુ સંકલન જાળવી આદરભર્યુ સ્થાન મેળવ્યું છે.
આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ડી. પી. રાજપૂત, સિનિયર સબ એડિટરશ્રી રેસુંગ ચૌહાણ, કચેરી અધિક્ષક નટુભાઇ પરમાર, સુપરવાઇઝરશ્રી ગુલાબસિંહ પરમાર, ફેલો શ્રી દિનેશ ચૌધરી, ફોટોગ્રાફર ભરતભાઇ ચડોખીયા સહિત કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.