મારી દીકરી મોટી થશે અને ઈન્ટરનેટ પર અમારા વિશે વાંચશે તો શું વિચારશે: ચારુ

મુંબઈ, મેરે અંગને મેં ફેમ ચારુ અસોપા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની ન્યૂ મોમમાંથી એક છે. છ મહિના પહેલા તેણે દીકરી ઝિયાનાને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસ, જેણે બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા છે તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ચારુ અસોપા અને રાજીવ સેને જૂન, ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ થાય તે પહેલા જ બંને વચ્ચે કોઈ વાતને લઈને ડખો થયો હતો.
કોરોના મહામારી દરમિયાન રાજીવ મુંબઈ છોડીને દિલ્હી જતો રહ્યો હતો અને ચારુએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લગ્નની તસવીરો ડિલિટ કરી દીધી હતી.
થોડા મહિના બાદ તેમનું પેચઅપ થયું હતું. આશરે બે મહિના પહેલા જ્યારે એક્ટ્રેસ તેના બર્થ ડે પર દીકરીને લઈને પિયર જતી રહી હતી ત્યારે ફરીથી તેમની વચ્ચે કંઈક ઠીક ન હોવાનું સામે આવ્યું હતું. ચારુ અસોપા અને રાજીવ સેન ડિવોર્સ લેવાના હોવાની ચર્ચા ઘણા સમયથી છે.
આ અંગે હાલમાં બોલિવુડ લાઈફ સાથે વાતચીત કરતી વખતે પ્રતિક્રિયા આપતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘પ્રામાણિકતાથી કહું તો દરેક લગ્નજીવન ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે. અમે નોર્મલ કપલ છીએ. મને તે વિચારીને ખરાબ લાગે છે કે જ્યારે ઝિયાના મોટી થશે અને આ વિશે વાંચશે ત્યારે શું થશે. એકવાર ઈન્ટરનેટ પર કોઈ ખબર ચડ્યા પછી તમે તેને હટાવી શકતાં નથી.
માર્ચ, ૨૦૨૨માં ચારુ અસોપા પતિ વગર દીકરીને લઈને બિકાનેર ગઈ હતી. તે વખતે રાજીવ સેને ર્રૂે્ેહ્વી ચેનલ પર ચારુ તેમજ દીકરી ઝિયાના સાથેની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘ઝિયાના તારા ડેડી પાસે ઘરે પાછી આવી જા, વધારે પડતું ટ્રાવેલિંગ તારા માટે સુરક્ષિત નથી.
તને ઘણા સમયથી જાેઈ નથી. ફટાફટ આવી જા અને મારી સાથે રમ. આ પોસ્ટ પરથી ફરીથી તેમની વચ્ચે ઠીક ન હોવાની વાત વહેતી થઈ હતી. ત્યારબાદ કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચારુ અને રાજીવ વચ્ચે સમસ્યાઓ છે. લગ્ન પહેલાથી જ આવી સ્થિતિ છે.
દીકરીના જન્મ બાદ પણ કંઈક સુધારો થયો નથી. બંનેના પરિવારે હજી સુધી દખલગીરી કરી નથી. બંને એકબીજા વચ્ચે જે મતભેદ છે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેમની સાથે નાનું બાળક પણ સંકળાયેલુ છે ત્યારે બધુ ઠીક થઈ જશે તેવી આશા છે’.SS1MS