Western Times News

Gujarati News

પોપટલાલના લગ્નનો ટ્રેક જોઈને કંટાળ્યા તારક મહેતાના દર્શકો

મુંબઈ, જુલાઈ મહિનામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ શરૂ થયાને ૧૪ વર્ષ પૂરા થઈ જશે. શો શરૂ થયો ત્યારથી મેકર્સ વિવિધ મુદ્દાને હળવી શૈલીમાં રજૂ કરતાં રહ્યાં છે. જાેકે, આટલા લાંબા સમયથી શો ચાલી રહ્યો છે ત્યારે હવે કેટલીક વાર્તા અવારનવાર રિપીટ થતી જાેવા મળે છે.

દાખલા તરીકે, પુરુષ મંડળનો પાર્ટી-શાર્ટીનો પ્લાન, તારક મહેતાના અંજલીના ડાયફૂડથી બચવાના પેંતરા અને પોપટલાલના લગ્ન. આ એવા મુદ્દા છે જે શોમાં ઘણીવાર અલગ-અલગ પ્રકારે દર્શાવાઈ ચૂક્યા છે. પહેલા આ પરિસ્થિતિ અને તેના દ્વારા ઉત્પન્ન થતી કોમેડીને જાેઈને દર્શકો દિલ ખોલીને હસાવતી હતી.

પરંતુ હવે વારંવાર આ જ જાેવું કંટાળાજનક લાગે છે. છેલ્લા થોડા સમયથી શોના મેકર્સ ‘વાસી’ કન્ટેન્ટના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. જેઠાલાલનો રોલ કરતાં એક્ટર દિલીપ જાેષીનું કહેવું છે કે, શોના પ્રોડ્યુસરો અને કલાકારો દર્શકોને મનોરંજન આપવા માટે ભરપૂર મહેનત કરી રહ્યા છે.

હાલમાં જ એક જાણીતા અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં દિલીપ જાેષીને સીરિયલની સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકા અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું, “હું એક્ટર છું અને મને મળેલી સ્ક્રિપ્ટ સાથે પૂરતો ન્યાય કરવાની કોશિશ કરું છું. અમે બધા જ રોજ ખૂબ મહેનત કરીએ છીએ. ઈશ્વરની કૃપાથી અમારી ટીમમાંથી કોઈએ પણ સફળતાનો નશો માથે નથી ચડવા દીધો.

અમે રોજ સેટ પર જઈએ છીએ, મહેનત કરીએ છીએ અને દર્શકોને મનોરંજન પૂરું પાડીએ છીએ.” ટિ્‌વટર પર છેલ્લા થોડા દિવસથી ઘણાં ટિ્‌વટર યૂઝર્સ ફ્રેશ કન્ટેન્ટની ડિમાન્ડ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે ટિ્‌વટ કરતાં લખ્યું હતું, “ડિયર તારક મહેતા, છેલ્લા ૧૦-૧૪ વર્ષથી અમારું ખૂબ ખૂબ મનોરંજન પૂરું પાડ્યું છે. પરંતુ હવે નિવૃત્ત થવાનો સમય આવી ગયો છે.”

બીજા એક યૂઝરે લખ્યું, TMKOC તમારી પાસે હવે ફ્રેશ કન્ટેન્ટ છે? દર વખતે અમારે પોપટલાલના લગ્ન થતાં-થતાં રહી જાય તે જાેવાનું? અત્યંત ખરાબ.” અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીને ટેગ કરતાં ટિ્‌વટર પર લખ્યું, “આસિતભાઈ તમને નથી લાગતું કે હાલ બ્રેક લઈને બીજી સીઝન સાથે પાછા આવવું જાેઈએ? હાલ તમે સ્ટોરીલાઈનને માત્ર ખેંચી રહ્યા છો અને તે રસપ્રદ રહી નથી. ફેન્સ માટે થઈને બ્રેક લઈ લો અને નવી સીઝન સાથે પાછા આવો અને અગાઉના દિવસો જેવું કન્ટેન્ટ આપો.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.