માલપુરના ઉભારણ અને મેઘરજના કંટાળુંમાં પરંપરાગત અમલકી એકાદશીમાં ઢોલ નગારાના નૃત્ય સાથે માનવમહેરામણ ઉમટ્યું
અરવલ્લી જીલ્લામાં પરંપરાગત લોકમેળાઓનું વિશેષ મહત્વ રહેલું છે વારે તહેવારે ભરાતા લોકમેળામાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી લોકમેળાનો લુપ્ત ઉઠાવતા હોય છે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં અમલકી એકાદશીથી હોળીના ઢોલ ઢબૂકી ઉઠે છે
ત્યારે મેઘરજના કંટાળું હનુમાન અને માલપુરના ઉભરાણ ખાતે અમલકી એકાદશીએ વર્ષોથી પરંપરાગત ભાતીગળ મેળો યોજાય છે ચાલુવર્ષે ભરાયેલા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકોએ હનુમાન દાદાના દર્શન કરી મેળામાં માલવાની મજા લીધી હતી
કેટલાક લોકો ઢોલ-નગારાના તાલે નૃત્ય કરતા કરતા મેળાનો લુપ્ત ઉઠાવ્યો હતો મેળો માનવા પહોંચેલ માનવમહેરામણ પણ ઢોલ-નગારાના તાલે ઝુમી ઉઠ્યા હતા હોળી પર્વની રંગારંગ ઉજવણી કરવા માટે અમલકી એકાદશીના મેળામાંથી મોટા પ્રમાણમાં વિવિધ ચીજવસ્તુઓની