Western Times News

Gujarati News

માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા ફિલ્મો માટેના એવોર્ડ જાહેર

મુંબઈ: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને અનેક ફિલ્મ્સ અને સ્ટાર્સ માટે એવોર્ડ જાહેર કર્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં આ એવોર્ડ્‌સ ભારતીય પેનોરમા રેગ્યુલેશન્સ ૨૦૧૯ અંતર્ગત આપવામાં આવી રહ્યા છે. આ લિસ્ટ મુજબ કેન્દ્ર સરકાર ‘બધાઈ હો’ અને ‘હેલ્લારો’ સહિત ૨૬ ફિલ્મ્સને સન્માનિત કરશે. એવોર્ડના આ લિસ્ટમાં અનેક ભાષાઓની ફિલ્મનો સમાવેશ થાય છે. જેમાં બોલિવૂડની ઘણી ફિલ્મ્સ સહિત અન્ય ઘણી ભાષાઓની ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

બોલિવૂડની ફિલ્મ્સ અને નિર્માતાઓ જેની આ એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતી ભાષાની હેલ્લારો, આયુષ્માન ખુરાનાની બધાઈ હો, રિતિક રોશનની સુપર ૩૦, વિકી કૌશલની ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક અને રણવીર સિંહની ગલી બોયનો સમાવેશ થાય છે. પ્રકાશ ઝાની પરીક્ષા અને સંજય પૂરનસિંહ ચૌહાણની બહત્તર હુરેં જેવી ફિલ્મ્સ પણ છે.

નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં વિક્રમજિત ગુપ્તાની બ્રિજ, વિકાસચંદ્રની માયા, પંકજ જોહરની સત્યાર્થી, વિભા બક્ષીની સનરાઈઝનું નામ પણ છે. નોંધનીય છે કે, આ લિસ્ટમાં મરાઠી, તમિલ, બંગાળી, મલયાલમ અને પનિયા ભાષાઓની ફિલ્મો પણ આ લિસ્ટમાં શામેલ છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૧૬ ઓક્ટોબરના રોજ એવોર્ડની જાહેરાત કરી હતી.

જેમાં જણાવાયું છે કે સુધારેલા ભારતીય પેનોરમા રેગ્યુલેશન્સ ૨૦૧૯ મુજબ કેન્દ્ર સરકારે સંબંધિત જ્યૂરીની ભલામણોને આધારે આ બધી ફિલ્મ્સ, તેમના ડિરેક્ટર અને નિર્માતાઓને એવોર્ડ આપવાનો ર્નિણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.