Western Times News

Gujarati News

મુખ્ય પરીક્ષામાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવાર બોલાવાની માગ ફગાવી દેવાઈ

અમદાવાદ,પીએસઆઈ મુખ્ય પરીક્ષાનો માર્ગ મોકળો થયો, હાઈકોર્ટે દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાની માગ કરતી અરજી ફગાવી.પીએસઆઈની સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારો બઆલાવવાની માંગ માટે થયેલી પિટિશન હાઇકોર્ટે ફગાવી દીધી છે.પ્રિલિમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું કોર્ટે ગણાવ્યું છે.

જેથી સરકારના ર્નિણયને કોર્ટ બહાલી આપી છે. . કોર્ટે કહ્યું કે, પ્રિલીમમાં મેરિટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની પદ્ધતિ યોગ્ય છે. આ સાથે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી હોવાનુ પણ કહ્યું છે. ગુજરાત હાઇકોર્ટે આજે ચુકાદો આપતા કહ્યું છે કે, ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારના મેરિટમાં સારા માર્ક્‌સ હોય તો એ જનરલ કેટેગરીમાં આવી શકે.

જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરીટ વાળા અનામત બેઠકના ઉમેદવાર ના સમાવી શકાય.
અગાઉ વેકેશન બેચ સમક્ષ આ મામલે સુનવણી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે હાઈકોર્ટમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રેગ્યુલર બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારે દાવો કર્યો હતો કે, તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે.

ઉપરાંત સરકાર તરફથી દરેક કેટેગરીના ત્રણ ગણા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામા ઉમેદવારોના તમામ મૌલિક અધિકારોનું ધ્યાન રાખવામાં આવ્યુ છે.૬ માર્ચ ૨૦૨૨ ના રોજ પીએસઆઇની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ ૧૩૮૨ જગ્યા માટે ૮૮,૮૮૦ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલી પરિણામમાં ૪૩૧૧ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા હતા.

પીએસઆઈની ભરતી માટે પ્રિલિમ પરીક્ષા યોજાયા બાદ જેના પરિણામના મેરિટમાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહીં થયું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી એવી અરજદારોએ રજૂઆત કરી હતી.

અરજદારોની માંગ હતી કે, જીપીએસસીપેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે એસટી, એસસીઓબીસીઅને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જાેઈએ, જાેકે તેમ નથી કરવામાં આવ્યું. જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ, ઉપરાંત એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે અરજી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.