મુદ્રા ધિરાણ યોજનાનો લાભ ૧૫ કરોડથી વધુ મહિલાઓને મળ્યો: વડાપ્રધાન મોદી

નવીદિલ્હી, મુદ્રા ધિરાણ યોજનાનો લાભ ૧૫ કરોડથી વધુ મહિલાઓને મળતા તેઓ અધિકાર સંપન્ન બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નાઇમાં યોજાયલા આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવમાં વીડિયોના માધ્યમથી સંબોધન કરતા આ વાત કહી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક નાગરીકને અધિકાર સંપન્ન બનાવવા પ્રયાસ કરવામાં કરી રહી છે તેમણે કહ્યું કે મહિલાઓને અધિકારસંપન્ન બનાવવી એવો મહત્વનો વિચાર મહાકવિ સુબ્રમણ્યમ ભારતીને આવ્યો હતો અને આજે મહિલાઓ સેના સહિત બધા જ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે.
તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસ્વામીએ જણાવ્યું હતું કે મહાકવિ ભારતીએ તેમના બધા જ લખાણોમાં અને વ્યાખ્યાનોમાં દેશની એકતા અને અખંડિતતાને સૌથી વધારે મહત્વ આપ્યું હતું. એ યાદ રહે કે રાષ્ટ્રીય કવિ તરીકે ઓળખાતા મહાકવિ સુબ્રમણ્યમ ભારતીના મામનમાં ચેન્નાઇના વાવીલ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.HS