Western Times News

Gujarati News

આ વર્ષે ૧૩ અને ૧૪ની મધરાત્રે મિથુન રાશીની ઉલ્કા વર્ષા જાેવા મળશે

ભુજ, વર્ષ ૨૦૨૦ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી ૧૩ અને ૧૪ની મધરાત્રે જાેવા મળશે.આ તક નિહાળવ માટે ખગોળ શોખીનો રોમાંચિત થઇ ઉઠ્યા છે. દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા વર્ષાનો સુંદર નઝારો જાેવા મળશે.આ બાબતે સ્ટારહેજીન્ગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોરે કહ્યું હતુ ંકે આ વર્ષે કુદરતી અનુકૂળ સંજાેગોને કારણે ઉલ્કા વિશિષ્ટ બની રહેશે ઉલ્કા વર્ષા વખતે ચંદ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જાેવા મળશે આમ તો આ ઉલ્કા વર્ષાની શરૂઆત સાતમી ડિસેમ્બરથી થઇ ચુકી છે અન ેછુટચી છવાઇ ઉલ્કાઓ જાેવા પણ મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ ૧૩મીની રાત્રે એટલે કે રાત્રીના ૧૨ વાગ્યા પછીથી ખરતી જાેવા મળશે.

ઇન્ટપનેશનલ મેટિયોર ઓર્ગનાઇઝેશનના જણાવ્યા અનુસાર ઉલ્કા વર્ષાની પરાકાષ્ટા ૧૩મીની મધ્ય રાત્રીના સમયે જાેવા મળશે જે ભારતીય ખગોળ શોખીનો માટે આનંદનના સમાચાર છે કેમ કે ત્યારે મિથુન રાશી આકાશમાં ઉચે આવી ગઇ હશે તથા ૧૪મી તારીખે અમાસ હોવાથી ચંદ્રની હાજરી પણ નહીં હોવાથી આકાશ દર્શનના રસીયાઓએ ઉલ્કા નિરિક્ષની તૈયારીઓ આરંભી દીધી છે.

આ બાબતે ગોરે કહ્યું કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દુરબિન જેવા ઉપકરણની આવશ્યકતા નથી આ ઘટના નરી આંખે નિરખવાની હોેઇ શહેરી પ્રકાશથી દુર જયાં વધુ અંધારૂ હોય તેવું સ્થળ પસંદ કરવું જાેઇએ અલબત્‌ ઠંડીની શરૂઆત થઇ ગયેલી હોઇ જરૂરીયાત મુજબ ગરમ વસ્ત્રો વગેરેની કાળજી લેવી જાેઇએ.

મિથુન રાશીના બે તારા પુરૂષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પૂર્વ તરફ ગયેલા સહેલાઇથી ઓળખી શકશે આ ઉલ્કા વર્ષા આકાશના કોઇ ચોકકસ ભાગમાં નહીં પણ ચારે તરફ જાેવા મળશે આથી તમારા નિરીક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારૂ હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાથી વધુ ઉલ્કાઓ જાેઇ શકાશે આ વરસે કલાકની ૧૫૦ ઉલ્કાઓ ખરવાની સંભાવના આઇએમઓ દ્વારા દર્શાવવામાં આવી છે. મિથુન ઉલ્કા વર્ષાનું સ્ત્રોત ૩૨૦૦ ફાયથન નામનો લધુ ગ્રહ છે તે ૫૨૪ દિવસમાં સૂર્યની પરિક્રમા પુરી કરતો હોવાથી દર વર્ષે તે પૃથ્વીવાસીઓને ભરોસાપાત્ર રંગીન પ્રકાશીત લાંબી ઉલ્કાઓની ભેટ ધરતો રહે છે.રાજયના વિવિધ સ્થાનો સ્થાનિક ખગોળ મંડળો દ્વારા ઉલ્કા વર્ષા નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.