મૃત્યુ વળતર મેળવવા નકલી સર્ટિ.ની કેગ તપાસ કરશે
નવી દિલ્હી, સમગ્ર દેશમાં કોવિડ સંક્રમણથી જીવ ગુમાવનાર પરિજન અને આશ્રિતોને ૫૦ હજાર રૂપિયા વળતર માટે નકલી સર્ટિફિકેટ જારી કરનારા ભ્રષ્ટ ડોક્ટર્સની ઓળખ કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સોગંદનામા દ્વારા જણાવ્યુ કે આ નકલીવાડાની તપાસ કરાવવામાં આવશે.
સરકારે આ તપાસ માટે કોર્ટની પરવાનગી માગી છે. છેલ્લી સુનાવણી દરમિયાન જ્યારે સુપ્રીમ કોર્ટની સમક્ષ સરકાર તરફથી આનો ખુલાસો કરવામાં આવ્યો તો કોર્ટે આની પર કડક નારાજગી વ્યક્ત કરી.
આ બાબત સરકારે પોતાની તરફથી તપાસ કરી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ બી વી નાગરત્નાની બેન્ચે આ મામલે સોમવારે સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી દરમિયાન સૌથી પહેલા સાત માર્ચ અને પછી ૧૪ માર્ચે નારાજ કોર્ટે ટિપ્પણી કરી હતી કે ષડયંત્રની તપાસ માટે તે સીએજીને પણ આદેશ આપી શકે છે.
જાેકે કોર્ટે ગયા મંગળવાર સુધી જ આ બાબત જાણકારી આપવાનુ કહ્યુ હતુ, પરંતુ સરકારે સુનાવણીથી બે દિવસ પહેલા શનિવાર સાંજે અરજી દાખલ કરી છે.
બે જનહિત અરજીઓ વકીલ ગૌરવ કુમાર બંસલ અને રીપક કંસલે ગયા વર્ષે દાખલ કરીને કોવિડ સંક્રમણના કારણે મૃતકના પરિજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની અરજી કરી હતી.
પહેલા તો સરકારે ફંડની અછત અને અન્ય કેટલીક તકનીકી મજબૂરીઓ જણાવતા આનાકાની કરી હતી પરંતુ કોર્ટના આકરા વલણથી સરકારે ૫૦,૦૦૦ રૂપિયા સહાયતા રાશિ આપવાનુ કહ્યુ. આની પર પણ કેટલાક રાજ્યોમાં કોવિડથી થયેલા મોતના સત્તાકીય આંકડાથી ઘણા વધારે દાવા તો ક્યાંક ઘણા ઓછા દાવા પર પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો.SSS