Western Times News

Gujarati News

મેઘાણીનગર લુંટમાં સામેલ પ શખસો ઝડપાયા

પોલીસે મુદ્દામાલ કબ્જે લીધો

અમદાવાદ, મેઘાણીનગરમાં થયેલી લુંટની ઘટનામાં પોલીસ તુરંત એક્શનમાં આવતાં ગણતરીના કલાકોમાં જ પાંચ લુંટારુઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. લુંટારુઓ પણ અન્ય કુરીયર કંપનીમાં નોકરી કરતાં હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે એરફોર્સ નજીક ૩૦મી ડિસેમ્બરે રાત્રે ૩ વાગ્યાનાં અરશામાં રૂપિયા ૧.૭૮ કરોડનું સોનાનાં પાર્સલો લઈને પસારર થતાં કુરીયર બોય ઉપર ત્રણ શખસોએ ધોકા વડે હુમલો કરી લુંટ ચલાવી હતી અને અંધારાનો લાભ લઈ તે લુંટારા ગાયબ થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. ઉપરાંત ઘાયલ બંને કુરીયર બોયની પાસેથી પણ માહિતી એકત્ર કરી હતી. સીસીટીવી ફુટેજ મેળવીને ગણતરીના કલાકોમાં જ લુંટની ઘટનાને અંજામ આપનાર કુણાલ, જયદીપસિંહ તથા રવિ નામના શખસોને ઝડપી લીધા હતા. ઉપરાંત ઘટનામાં સામેલ કુંદન અને શક્તિસિંહ નામનાં શખસો પણ પકડાયા હતા. આ અંગે પીઆઈઈ ચૌહાણે જણાવ્યું હતું કે પાંચેયમાંથી કુણાલ, કુંદન અને શક્તિસિંહ કુરીયર કંપનીમાં કામ કરે છે. હાલમાં મુદ્દામાલની ગણતરી ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.