Western Times News

Gujarati News

કેન્સર, હૃદયરોગ એચઆઈવી પોઝીટીવ દર્દીઓ પણ કોરોના વેક્સીન લેવા તૈયાર

Files Photo

મ્યુનિ.કોર્પાેરેશનના રજીસ્ટ્રેશન દરમ્યાન ગંભીર બીમારી ધરાવતા ૨૭ હજાર દર્દીઓએ નોંધણી કરાવી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના રસી માટેની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૧૦ ડીસેમ્બરથી ડોર ટુ ડોર સરવે/રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરીકો તેમજ ૫૦ વર્ષથી આએછી ઉંમરવાળા પરંતુ ગંભીર હોય તેવા નાગરીકોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન થી રહ્યા છે. જેમાં લગભગ સાત લાખ નાગરીકોના ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. તેમજ વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવા માટે પણ ાયોજન પૂર્ણ થવા આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે કેન્સર, હૃદયરોગ, કીડની જેવી ગંભીર બિમારી ધરાવતાં નાગરીકોની એચ.આઈ.વી.પોઝીટીવ હોય તેવા ૫૦૦ જેટલા દર્દીઓ પણ કોરોના વેક્સીન લેવા તૈયાર છે. કોરોના વેક્સીનની કામગીરીમાં મ્યુનિ.શાળાના ૬૦૦ જેટલાં કર્મચારીઓની સેવા લેવા માટે પણ ચર્ચા ચાલી રહી છે.

રાજ્ય સરકારની સૂચના બાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૧૦ ડિસેમ્બરથી કોરોના વેક્સીન માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યાં છે. મ્યુનિ.શાળાના ૬૦૦ કરતા વધુ શિક્ષકો અને બે હજાર આશા વર્કરો સરવે કામગીરી કરી રહ્યા છે. વેક્સીન સરવે માટે મુખ્ય બે મુદ્દા રાખવામાં આવ્યાં છે. પ્રથમ મુદ્દામાં ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરીકોના રજીસ્ટ્રેશન થાય છે. જ્યારે બીજા મુદ્દામાં ૫૦થી થાય છે. જ્યારે બીજા મુદ્દામાં ૫૦થી વધુ ઉંમર ધરાવતાં પરંતુ ગંભીર બીમારી હોય તેવા નાગરીકોની નોંધણી થાય છે. મ્યુનિ.કોર્પાેરેશનના સરવે દરમ્યાન આ પ્રકારના ૨૭ હજાર કરતા વધુ લોકોની નોંધણી થઈ છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન દરમ્યાન ૨૪૭૭૩ અને ઓનલાઈન ૨૪૭૭ એવા નાગરીકોએ નોંધમી કરાવી છે જેમને ગંભીર બીમારી છે. જેમાં કેન્સરના ૬૭૫, કીડનીની બિમારી હોય તેવા ૨૦૩, હૃદય રોગના ૨૬૦૦, એનિમિયાના ૨૫, એચ.આઈ.વી.પોઝીટીવ ૫૦૦ તેમજ ૨૩ હજાર દર્દીઓને અન્ય નાની-મોટી બિમારી છે. જેમાં ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, ક્લોરોસ્ટોલ વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશને રજીસ્ટ્રેશનની સાથે સાથે વેક્સીન માટેની કામગીરી પણ લગભગ પૂર્ણ કરી છે. અગાઉ, એક અર્બન હેલ્થ સેન્ટર દીઠ ત્રણ બુથ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ હવે, ચાર બુથ માટે નિર્ણય કર્યા છે. તેથી ૭૬ અર્બન હેલ્થ સેન્ટરમાં ૩૦૪ બુથ તૈયાર કરવામાં આવશે. હેલ્થ વિભાગના પાંચ કર્મચારીઓ ઉપરાંત મ્યુનિ. સ્કુલ બોર્ડના ૦૨ કર્મચારી બુથદીઠ ફરજ બજાવશે. જ્યારે અર્બન હેલ્થ સેન્ટર દીઠ સ્કુલ બોર્ડના પાંચ કર્મચારીઓ સરવે કામગીરી કરશે. મ્યુનિ.અર્બન હેલ્થ સેન્ટરના ચાર બુથ ઉપરાંત મ્યુનિ.કોર્પાેરેશન અને રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલોમાં પણ વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે વેક્સીન રજીસ્ટ્રેશન દરમ્યાન નાગરીકો યોગ્ય પ્રતિસાદ આપતા નહતા તેથી ખાનગી હોસ્પિટલોની મદદ લેવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ તે અંગે ત્રણ દિવસ ખાસ બેઠક પણ મળી હતી.

શહેરની પાંચ ખાનગી હોસ્પિટલોએ પણ વેક્સીન કામગીરી માટે તૈયારી દર્શાવી છે. તદુપરાંત ખાનગી શાળા સંચાલકોએ પણ વેક્સીન માટે તમામ મદદ કરવા તંત્રને ખાતરી આપી હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.