Western Times News

Gujarati News

મોડાસામાં પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ઉજવાઈ ગુરુપૂર્ણિમા

ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમે એક વૃક્ષ ગુરુદેવ કે નામના સંકલ્પ સાથે તરુપ્રસાદનું વિતરણ કર્યું

(પ્રતિનિધિ) મોડાસા, ગાયત્રી પરિવાર હંમેશા સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે. વિશ્વના સંરક્ષણ માટે પર્યાવરણ બચાવ અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ- જીપીવાયજી દ્વારા છેલ્લા ૧૫૮ રવિવારથી પ્રાણવાન સન્ડે તેમજ મારું ઘર – મારું વૃક્ષ નામે અવિરત વૃક્ષારોપણ-જતન ઝુંબેશ ચલાવાઈ રહેલ છે.

ગુરુપૂર્ણિમા એ શિષ્યનો ગુરુ પ્રત્યેના સમર્પણનો ઉત્સવ છે. ગુરુશિષ્યના સંબંધને ગાઢ બનાવવા શિષ્ય દ્વારા અલગ અલગ સંકલ્પ લેવાતા હોય છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા પાંચ દિવસીય ગુરુગીતા કથા-સત્સંગ સાથે ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરેલ. ૧૭ થી ૨૦ જુલાઈ દરમિયાન મોડાસા સહિત ગામેગામથી શ્રદ્ધાળુઓ આ કથા-સત્સંગમાં જોડાયા.

જેમાં વડોદરાના વર્ષાબેન આહિરે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર ધારદાર ભાવવિભોર શૈલીમાં કથા-સત્સંગનું રસપાન કરાવ્યું. પાંચમાં દિવસ ૨૧ મી જુલાઈ રવિવારે ગુરુપૂર્ણિમા ઉત્સવ પર મોડાસા સહિત ગામેગામથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવા તેમજ ગુરુદિક્ષા- ગુરુચરણ કમલ પાદુકા પૂજન માટે ઉપસ્થિત રહ્યાં. ત્યારે આ પવિત્ર ઉત્સવને યાદગાર બનાવવા મોડાસાની જીપીવાયજી યુવા ટીમે અનોખો પ્રયોગ કર્યો.

આ ગુરુપૂર્ણિમા ઉત્સવ પર આ યુવા ટીમ દ્વારા એક વૃક્ષ ગુરુદેવ કે નામના સંકલ્પ સાથે એક એક છોડનું ગુરુદેવના પ્રસાદ રુપે તરુપ્રસાદ નું ઉછેર કરવાના સંકલ્પ સાથે વિતરણ કરાયું. જે સૌએ આ તરુપ્રસાદને ઉછેર કરી ગુરુદેવ પ્રત્યેના સમર્પણનો અને પર્યાવરણ બચાવમાં સહભાગી બનવા સંકલ્પ સાથે તરુપ્રસાદ સ્વીકાર્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.