મોડાસા જી.આઈ.ડી.સી માં બેકવેલ બિસ્કિટ નામની ફેક્ટરીમાં ભીષણ આગ
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના મોડાસા જીઆઇડીસીની બિસ્કિટ બનાવતી ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના ઘટતા મશિનરી બળીને ખાક થઇ ગઇ છે. આગની ઘટના મંગળવારે રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે, મોડાસા શહેરની જીઆઈડીસીમાં આવેલી બેકવેલ બિસ્કિટ નામની ફેક્ટરીમાં બની હતી. આદની ઘટનાને પગલે ફેક્ટરીમાં રહેલી મોટા ભાગની મશિનરી બાળીને ખાખ થઈ ગઈ હતી. બેકવેલ ફેક્ટરીમાં ૪૦૦ થી વધુ કર્મચારીઓ અને કામદારો ફરજ બજાવતા હોય છે સદનસીબે રાત્રીના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા જાનહાની ટળી હતી. આગની ઘટના અંગે જાણ થતાં મોડાસા નગર પાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધરણ કરતા હિંમતનગર તેમજ ઇડરનું ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી. પાંચ ફાયર ફાઇટરની ટીમએ ભરે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જો કે વહેલી સવારે પણ ફેક્ટરીના કેટલાક ભાગમાં આગ પ્રસરેલી જોવા મળી હતી, જેના પર કાબૂ મેળવવા ફાયરકર્મીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
મોડાસા નગરપાલિકાનું ફાયર ફાયટર એક બાજુ ભીષણ આગ લાગી હતી અને ખોટકાઈ પડતા બેકવેલ ફેકટરીમાં લાગેલ આગ ઠારવામાં કામ ન લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.*