Western Times News

Gujarati News

ભરૂચ નગર પાલિકાની મેરેથોન સામાન્ય સભા મળી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગર પાલિકા ની લોકસભા ચૂંટણી બાદ ની પ્રથમ સામાન્ય સભા વરસાદી માહોલ વચ્ચે મળી હતી.સવા ત્રણ કલાક કરતા પણ વધુ સમય ચાલેલી આ મેરેથોન સામાન્ય સભા માં પાણી,રસ્તા અને મેલેરિયા વિગેરે મુદ્દે વિપક્ષ ની આક્રમકતા નો સામનો કરવો પડયો હતો.જો કે બહુમતી ના જોરે શાસક પક્ષ વિપક્ષ ની રજૂઆત ને ખાળવા માં સફળ રહ્યો હતો.

સામાન્ય સભાનો પ્રારંભ થતા એજન્ડા પર ના ૧૪ શાખાઓ ના ૫૪ જેટલા કામો ની મંજૂરી માટે મુકવામાં આવતા વિપક્ષ દ્વારા નગર પાલિકા ના દેવા અંગે આક્રમક પ્રશ્નો નો મારો ચલાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. શહેર માં પુનઃ સીટીબસ સેવાશરુ કરવા,કસક અને પાંચબત્તી ના ટ્રાફીક સર્કલ નાના કરવા,ચાવજ ઈન્ટેકવોલ વેલ થી માતરીયા તળાવ સુધી નવી પાઈપ લાઈન નાંખવી,એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી,ઓમકારનાથ ઠાકુર હોલ ના રીનોવેશન સહિત અન્ય મુખ્ય મુદ્દાઓ પર વિપક્ષ ના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સભ્ય ઈબ્રાહીમ કલકલ ના આક્રમક અંદાજ નો પરચો શાસક પક્ષ ને મળ્યો હતો.જેમાં સાશક પક્ષ ના સંકટ મોચક તરીકે પૂર્વ પ્રમુખ વિજય કોન્ટ્રાકટરે બાજી સાંભળી લઈ વિપક્ષ ની આક્રમકતા ને ખાળવાનો પ્રયાસ કર્યો હતો.

સવા ત્રણ કલાક કરતા પણ વધુ સમય માટે ચાલેલી ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા માં વિપક્ષ ના નેતા સમશાદઅલી સૈયદ એ તેઓ ના વિસ્તાર માં મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કરવા સહીત ફિલ્ટરેશન,ફાયર સેફટી અને મેલેરિયા સમિતિની કામગીરી અંગે પાલિકા ના શાસકો ની કાર્યશૈલી નો વિરોધ કર્યો હતો.

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ ભરૂચ શહેર ના વિકાસ માટે ની પ્રતિબધ્દ્વતા વ્યક્ત કરવા સાથે સામાન્ય સભા માં ૫૪ જેટલા કામો ને બહાલી આપવામાં આવી હોવાનું જણાવી તે અંગે માહિતી આપી હતી. ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા માં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ની આક્રમતા સાથે રચનાત્મક સૂચનો અંગે મેરેથોન ચર્ચા વિચારણા કરાઈ જેમાં શાસક પક્ષ પૂરતી તૈયારી વિના નો હોય તેમ લાગ્યું હતું તો વિપક્ષી તમામ મુદ્દે આક્રમતા થી મુદ્દાઓ ઉઠાવ્યા હતા પરંતુ બહુમતી ના જોરે શાસક પક્ષ વિપક્ષ ના આક્રમક ને ખાળવામાં સફળ રહ્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.