Western Times News

Gujarati News

ઈકો કારની સી.એન.જી કીટ કાપી ગુપ્ત ખાનામાં સંતાડેલ રૂ.૨૯ હજારનો દારૂ સાથે: અમદાવાદના ૨ બુટલેગર ઝડપાયા

(પ્રતિનિધિ) બાયડ,  શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇકો કારને અટકાવી તલાસી લેતા સીએનજી કીટની ટાંકીમાં બનાવેલ ગુપ્ત ખાના માંથી રૂ.૨૯ હજારના વિદેશી દારૂ સાથે અમદાવાદના ૨ બુટલેગરોને શામળાજી પોલીસે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પી.એસ.આઈ શર્મા અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું રાજસ્થાન તરફથી આવતી બાતમી આધારિત ઈકો કાર (ગાડી.નં-ય્ત્ન-૦૧-હ્લ્‌-૭૩૬૦) ને અટકાવી તલાસી લેતા ઇકો ગાડીના પાછળની સીટના ભાગે આવેલ સીએનજી ટાંકી કાપી ગુપ્ત ખાનું બનાવી તેમાં ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટ ની ઇગ્લીશ દારૂની છુટી બોટલો નંગ-૩૬ કિ.રૂ.૨૯,૦૫૨/- ની જપ્ત કરી ૧) દિપેશ જયંતિલાલ પટેલ ( રહે.સી-૩૨ ઓમકારેશ્વર ફલેટ ચાર રસ્તા પાસે મણીનગર અમદાવાદ અને (૨) મહેન્દ્દસિહ ખુમાનસિહ સીસોદીયા ઉ.વ. ૨૯ રહે.મામપટ્ટાની ચાલી ચમનપુરા અમદાવાદની ધરપકડ કરી ઇકો કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૩,૩૧,૦૫૨/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.