Western Times News

Gujarati News

વરસાદનો લાભ લઈ ટ્રકમાં પ્લાસ્ટિક દાણાની આડમાં ઘુસાડાતો ૧૬.૭૪ લાખનો દારૂ ઝડપ્યો

(પ્રતિનિધિ) મોડાસા,  અરવલ્લી જીલ્લામાં બે દિવસથી ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રીએ વરસાદી ઝાપટા અને ઝરમર-ઝરમર વરસાદ પડતા બુટલેગરો બે દિવસથી વરસતા વરસાદમાં પોલીસને ચકમો આપી રતનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઘુસાડવા સક્રિય બનતા શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક વરસાદમાં પણ રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા બે જુદા-જુદા વાહનો માંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

શામળાજી પી.એસ.આઈ.એસ.એચ શર્મા અને તેમની ટીમે મંગળવારે રાત્રીના સુમારે વેણપુર ગામ નજીક રાજસ્થાન તરફથી પ્લાસ્ટિકના દાણા ભરેલ કોથળાઓની આડમાં સંતાડેલો રૂ.૧૬.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ૨ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

રાન્તપુર ચેકપોસ્ટ નજીક વેણપુર ગામની સીમ માંથી પસાર થતી ટ્રકને નાકાબંધી કરી અટકાવી ટ્રક (ગાડી.ૐઇ-૩૯-ઝ્ર-૬૭૯૦ ) માં તલાસી લેતા ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાના કોથળા ભરેલા હટાવતા તેની પાછળ સંતાડેલ વિદેશી દારૂની અધધ ૪૬૫ મળી આવી હતી જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-૫૫૮૦ કીં.રૂ.૧૬૭૪૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ૧) નશરૂદિન શેરખાન જાતે મેવ અને ૨) સુખવીરપાલ ફુલચંદ ગઢેરીયા (બંને,રહે હરિયાણા) ની ધરપકડ કરી ટ્રક,પ્લાસ્ટિક દાણા ભરેલા ૫૦૦ કોથળા અને મોબાઈલ નંગ-૩ મળી કુલ રૂ.૩૫૭૫૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.