મોદી પાસે બતાવવા માટે કાંઇ નથી આથી કલમ ૩૭૦ના મુદ્દા પર રાજનીતિ કરે છે: મહેબુબા

શ્રીનગર, બિહાર ચુંટણીમાં કલમ ૩૭૦નો મુદ્દો ઉછળ્યા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી બિહારમાં કલમ ૩૭૦ અને જમ્મુ કાશ્મીરની બાબતમાં આપવામાં આવેલા નિવેદન બાદ મહેબુબાએ કહ્યું કે નરેન્દ્ર મોદીની પાસે બતાવવા માટે કાંઇ નથી આવામાં તે ૩૭૦ના મુદ્દા પર રાજનીતિ કરી રહ્યાં છે અસલમાં આ સરકારે રાષ્ટ્રના કોઇ પણ વિષયનો યોગ્ય રીતે ઉકેલ્યો નથી.
વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષો પર નિશાન સાધતાં કહ્યું કે જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવવાની રાહ દેશ વરસોથી જાેઇ રહ્યો હતો આ નિર્ણય અમે કર્યો એનડીએની સરકારે લીધઘો પરંતુ આજે આ લોકો તે નિર્ણયને પલટવાની વાત કરી રહ્યાં છે આ એવું કહી રહ્યાં છે કે સત્તામાં આવ્યા તો કલમ ૩૭૦ ફરી લાગુ કરી દઇશું.તેમની હિંમત કેવી રીતે થઇ બિહારના લોકો પાસે મત માંગવાની શું આ તે બિહારનું અપમાન નથી જે પોતાના પુત્ર પુત્રીઓને સીમાની સુરક્ષા માટે મોકલતા હોય.
મોદીના આ નિવેદન બાદ મહેબુબાએ કહ્યું કે મોદી પાસે બતાવવા માટે કંઇ નથી આ લોકોએ કહ્યું કે અમે કલમ ૩૭૦ હટાવી દીધી જયારે સામાન્ય લોકો જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે ત્યારબાદ આ લોકોએ કહ્યું કે અમે તમને મફત વેકસીન આપીશું આજે વડાપ્રધાનને મત માટે કલમ ૩૭૦નું નામ લેવું પડયું અસલ વાત એ છે કે સરકાર મુદ્દાનો ઉકેલ કરવામાં નિષ્ફળ રહી છે.
અર્થવ્યવસ્થાના મામલામાં બાંગ્લાદેશથી પણ પાછળ છીએ પછી તે રોજગારની વાત હોય કે અન્ય કોઇ આપણે બધામાં નિષ્ફળ ગયા છીએ. આવામાં જાયરે તે દરેક મોરચા પર નિષ્ફળ રહે છે તો તે કાશ્મીર અને કલમ ૩૭૦નું નામ લે છે અને મતદારોને ભ્રમિત કરવાનું કામ કરવામાં લાગી જાય છે.HS