મૌની રોય ફરી પોતાની તસવીરોના કારણે ચર્ચામાં

મુંબઈ: ટીવીની દુનિયાથી બોલિવૂડના રૂપેરી પડદા સુધી પોતાની સુંદરતા અને દમદાર એક્ટિગના દમ પર પોતાની આગવી ઓળખ બનાવનાર મૌની રોયનું અનેક લોકોના દિલની રાણી છે. બોલિવૂડમાં હાલ મોનીની ટોપની એક્ટ્રેસમાં ગણતરી થાય છે. વળી સોશિયલ મીડિયામાં પણ મૌની સારું એવી પોપ્યુલારિટી ધરાવે છે.
તેણે પોતાની મહેનત અને સ્ટાઇલના દમ પર ખાસ ઓળખ ઊભી કરી છે. મૌની રોય હાલમાં પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને તેના ફેન્સને તેના દિવાના બનાવી દીધા છે.
મૌનીની આ તસવીરમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં નજરે પડી રહી છે. આ તસવીરોમાં મોની રોય બીચ પર ખુલ્લા આકાશ નીચે આરામ ફરમાવતી નજરે પડે છે. સોશિયલ મીડિયામાં તેની આ તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે. મૌની રોયને નાગિન સિરીયલથી ફેમ મેળવી હતી. આ પહેલા પણ તે અનેક પોપ્યુલર સીરિયલો કરી ચૂકી છે. અને તે પછી બોલિવૂડમાં પણ તેણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
મૌની રોયના આ લેટેસ્ટ ફોટોશૂટથી લોકો તેને સારી સારી કૉમેન્ટ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મૌની રોયના ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલિયનથી વધુ ફોલોવર્સ છે. અને તેની ફિલ્મો ચાલે કે ન ચાલે પણ તેની એક એક તસવીર શેર કરતા જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ જરૂર થાય છે.