મૌન રહેવામાં જ જજોની સ્વતંત્રતાઃ CJI રંજન ગોગોઇ
ચીફ જસ્ટિસ ૧૭મી નવેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે
નવીદિલ્હી, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ (Chief Justice Ranjan Gogoi) પોતાના છેલ્લા વર્કિગ ડે ઉપર જજાને ખાસ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મૌન રહેવામાં જ જજની સ્વતંત્રતા રહેલી છે. ગોગોઈએ ન્યાયપાલિકા અને સહકર્મીઓના નામે સંદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત્ત થઇ રહ્યા છે. આજે કોર્ટમાં તેમનો છેલ્લો દિવસ હતો.
જસ્ટિસ ગોગોઇએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને જજની સ્વતંત્રતા પર કહ્યું હતું કે, જજને મૌન રહીને પોતાની સ્વતંત્રતાનો પ્રયોગ કરવો જાઇએ. સીજેઆઈએ પોતાની અવધિના ગાળા દરમિયાન પ્રેસના વર્તનની પણ પ્રશંસા કરી હતી. જસ્ટિસ ગોગોઈ તરફથી જારી કરવામાં આવેલી નોટમાં કહેવામાં આવ્યું છે કે, વકીલોને બોલવા માટેની સ્વતંત્રતા છે અને હોવી પણ જાઇએ. બેંચના જજાને સ્વતંત્રતાનો પ્રયોગ મૌન રહીને કરવો જાઇએ. જજાને પોતાની સ્વતંત્રતા જાળવી રાખવા માટે મૌન રહેવું જાઇએ.
આનો અર્થ એ નથી કે, તેમને શાંત રહેવું જાઇએ પરંતુ જજાએ પોતાની જવાબદારીને અદા કરવા માટે બોલવું જાઇએ. આ સિવાય તેમને મૌન રહેવું જાઇએ. જÂસ્ટસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના એવા ચાર જજમાં હતા જે લોકોએ મિડિયાની સામે આવીને પ્રેસ કરી હતી. આ મુદ્દા પર તેમણે કહ્યું હતું કે પ્રેસની સામે જવાની વિચારધારા ક્યારે પણ એક ચૂંટણીની જેમ ન હતી.
તેમણે કહ્યું હતું કે, તેઓએ એક સંસ્થા સાથે જાડાવવાનો નિર્ણય કર્યો હતો જેની તાકાત જનમાનસનો વિશ્વાસ છે. જુદી જુદી મિડિયા સંસ્થાઓ તરફથી અવધિના છેલ્લા દિવસે પ્રેસ સંબોધનની અપીલ બાદ સીજેઆઈ તરફથી આ નોટ જારી કરવામાં આવી હતી. તેઓએ પોતાની અવધિમાં પ્રેસ તરફથી મળેલા સહકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રેસે દબાણના સમયમાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે તેવા અહેવાલોની સામે કઠોર વલણ અપનાવ્યું હતું.