Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટીઃ પ્રોફેશનલ કોર્સમાં ૫૬ ટકા સીટો ખાલી રહી છેઃ રિપોર્ટ

File Photo

ગુજરાત યુનિવર્સિટીથી વિદેશી વિદ્યાર્થીઓ દૂર રહ્યા
અમદાવાદ,  ગુજરાત યુનિવર્સિટીથી માત્ર વિદેશી વિદ્યાર્થીઓ જ દૂર રહ્યા નથી. પ્રોફેશનલ કોર્સમાં મોટી સંખ્યામાં સીટો હવે ખાલી દેખાઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેશનલ કોર્સમાં ખાલી સીટો તરફ નજર કરવામાં આવે તો અડધાથી વધુ સીટો ખાલી દેખાઈ આવી છે. ખાલી રહેલી સીટોની સંખ્યા દર્શાવે છે કે, રાજ્યની અંદરના વિદ્યાર્થીઓ પણ આ પ્રકારના કોર્સથી દૂર રહેવાના પ્રયાસ કરી રહ્યા છે.

ટેકનિકલ કોર્સ માટે મંજુર કરવામાં આવેલી ૨૪૦૦૦૬ સીટો પૈકી ૫૬ ટકા સીટો અથવા તો ૧૩૫૧૭૨ સીટો ખાલી રહી ગઈ છે. ૨૦૧૯-૨૦ માટેના આંકડા આ મુજબની બાબત રજૂ કરે છે.

આ આંકડાઓ હાલમાં જ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વાઇસ ચાન્સલરોની ઉચ્ચસ્તરીય બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા. સરકારે કેટલીક બાબતોમાં વિસ્તારપૂર્વક ધ્યાન આપવાની શરૂઆત કરી છે. યુનિવર્સિટીઓને જરૂરી પગલા લેવા માટે સરકારે સૂચના આપી છે.

આ ખાલી જગ્યાઓને ભરવા માટે ૨૦૨૦-૨૧ માટે પગલા યોજના તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી. જુદા જુદા વિષય પર વાતચીતની સાથે સાથે અન્ય પાસાઓ ઉપર પણ ચર્ચા થઇ રહી છે. ૧૯ યુનિવર્સિટીમાંથી ડેટા દર્શાવે છે કે, ૩૧૪ ડિગ્રી કોર્સ અને ૨૫૭ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ અને નવ પીજી ડિપ્લોમા કોર્સના ડેટા એકત્રિત કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે, ૨૧૩૯૩૩ વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે જે પૈકી માત્ર ૫૭૬ વિદેશી વિદ્યાર્થીઓ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.