Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને હાઈકોર્ટમાં રજુ કરેલી બ્લ્યુ પ્રિન્ટમાંથી ZLDની બાદબાકી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ એસટીપી વિભાગના અધિકારીઓ સાબરમતી નદીના પ્રદુષણ મામલે ગુજરાત હાઈકોર્ટના આકરા વલણના પગલે ભીંસમાં આવી ગયા છે. ગુજરાત હાઈકોર્ટની આકરી ટીકાથી બચવા માટે તંત્ર દ્વારા બ્લ્યુ પ્રીન્ટ રજુ કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ બજેટની જેમ માત્ર આંકડાકિય માયાજાળ હોય તેમ લાગી રહયું છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ‘ઝીરો ડીસ્ચાર્જ’ સિસ્ટમ અપનાવવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે પરંતુ તેની સામે મ્યુનિ. અધિકારીઓએ એસટીપી અપગ્રેડ કરવાની જ બ્લ્યુ પ્રીન્ટ રજુ કરી મ્યુનિ. કમિશ્નર અને હાઈકોર્ટને ગેરમાર્ગે દોર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીના પ્રદુષણ અંગે મ્યુનિ. કોર્પોરેશનને ઝીરો ડીસ્ચાર્જ પોલીસી અંગે સ્પષ્ટ આદેશ કર્યો હતો. નામદાર હાઈકોર્ટના આદેશ મુજબ મ્યુનિ. કોર્પોરેશને યોગ્ય રોડમેપ તૈયાર કરવો જોઈએ અને એ બાબતની ખાતરી આપવી જોઈએ કે સાબરમતી નદીમાં ઝીરો ડીસ્ચાર્જનો અમલ કેવી રીતે થાય. પરંતુ તેની સામે મ્યુનિ. એસટીપી વિભાગના અધિકારીઓએ એક અલગ પ્રકારની જ બ્લ્યુ પ્રિન્ટ કોર્ટ સમક્ષ રજુ કરી છે.

જેમાં વિવિધ પ્લાન્ટોની ક્ષમતા તથા તેમાં આવતા વેસ્ટ વોટર અંગેની માહિતી આપવામાં આવી છે. આ તમામ પ્લાન્ટ એસબીઆર ટેકનોલોજીથી તૈયાર થઈ રહયા છે પરંતુ કોઈપણ પ્લાન્ટમાં ઢન્ડ્ઢ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચોંકાવનારી બાબત એ છે કે મ્યુનિ. કોર્પો.એ સાબરમતી શુદ્ધિકરણના નામે વિવિધ એસટીપી તૈયાર કરી રૂ.૪પ૦ કરોડનું આધણ જ કર્યું છે

કારણ કે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ મોટાભાગના પ્લાન્ટ પુરી ક્ષમતાથી કામ કરતા નથી અને હવે વિશ્વ બેંક સમક્ષ જે પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યા હતા તેમાં હાઈકોર્ટના આદેશ અને ઢન્ડ્ઢ નો ઉલ્લેખ ન કરી વિશ્વ બેંકને પણ ગેરમાર્ગે દોરવામાં આવી હોવાની ચર્ચા થઈ રહી છે. મ્યુનિ. કોર્પોરેશન સદર બ્લ્યુ પ્રિન્ટમાં એક તરફ ૧૩૩પ એમએલડી સુઅરેજ કેપેસીટી હોવાના દાવા કરે છે

બીજી તરફ એક જ બ્લ્યુ પ્રિન્ટમાં વિવિધ પ્લાન્ટોની ક્ષમતા ઘટી ગઈ હોવાનું પણ સ્વીકાર કરે છે અને કોર્પોરેશનના પ્લાન્ટોની કેપેસીટી અત્યારે માત્ર ૮૩ ટકા જ રહી છે તેમ સ્પષ્ટ જણાવે છે. મ્યુનિ. કોર્પો. દ્વારા બ્લ્યુ પ્રિન્ટમાં એનજીટીના નિયમ મુજબ નવા પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા હોવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે પરંતુ અલગ અલગ પ્લાન્ટ અંગે જે વિગતો રજુ કરવામાં આવી છે તે અત્યંત ચોંકાવનારી છે.

મ્યુનિ. કોર્પોરેશને તેની બ્લ્યુ પ્રિન્ટમાં સ્વીકાર કર્યો છે કે પીરાણા ૧૦૬ અને ૬૦ એમએલડી પ્લાન્ટમાં ઈન્ડસ્ટ્રીયલ એસીડીક પાણી આવે છે જેમાં ટીએસએસનું પ્રમાણ ઘણું વધારે છે. તેવી જ રીતે શંકરભુવન રપ એમએલડીમાં આજ પરિસ્થિતિ જોવા મળે છે. મ્યુનિ. કોર્પોરેશન બ્લ્યુ પ્રિન્ટમાં કોઈપણ સ્થળે ‘ઝીરો લીકવીડ ડિસ્ચાર્જ’નો ઉલ્લેખ કર્યો નથી.

સદર સીસ્ટમ મુજબ એસટીપીમાં જે પણ સુઅરેજ વોટર ટ્રીટ કરવામાં આવે છે તે પૈકી વધુમાં વધુ ર૦ ટકા પાણી જ નદીમાં છોડવાનું રહે છે બાકી ૮૦ ટકા પાણીને રીસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરવાનો રહે છે. અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે ગુજરાત હાઈકોર્ટે ઝીરો ડીસ્ચાર્જ પોલીસીનો આદેશ એસટીપી વિભાગને આપ્યો છે

પરંતુ મ્યુનિ. વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા તેનો અમલ થઈ રહયો છે. કોતરપુર ખાતે તૈયાર થનાર નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જયારે એસટીપી વિભાગના અધિકારીઓ હજુ પણ સુષુપ્ત અવસ્થામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.