Western Times News

Gujarati News

BRTSનો ડ્રાઈવર ચાલુ બસે IPLની મેચ જોવામાં મશગુલ

Files Photo

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બસ ડ્રાઈવર અવાર નવાર ચર્ચામાં આવતાં જ હોય છે ત્યારે હવે હવે બીઆરટીએસ બસનો ડ્રાઈવર ચર્ચામાં આવ્યો છે. વાત કરીએ તો બીઆરટીએસ બસનો ડ્રાઈવર બસ ચલાવતી સમયે આઈપીએલ મેચ જોતો હોવાનું બહાર આવ્યું છે. જેને લઇ વિવાદ સર્જાયો છે.

અમદાવાદમાં એએમટીએસ બાદ હવે બીઆરટીએસ બસ વિવાદમાં આવી છે. બીઆરટીએસ બસનો ચાલક ડ્રાઇવિંગ કરતા સમયે આઇપીએલ મેચ જોતા કેમેરામાં કેદ થયો હતો. અંજલિથી મણિનગર રૂટ પર દોડતી બીઆરટીએસ બસના ચાલકનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલકના એક હાથમાં સ્ટિયરિંગ અને બીજા હાથમાં મોબાઈલ છે.

બે દિવસ પૂર્વે જ એએમટીએસ બસ ચાલકે કરેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો. તાજેતરમાં જ અમદાવાદમાં બેફામ દોડતી એએમટીએસ બસે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યો હતો. એએમટીએસ બસનો ડ્રાઇવર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ બસ ચાલકને પકડી લેવામાં આવ્યો છે.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ૫૨ વર્ષિય નવીન પટેલ પોતાનું ટુ-વ્હીલર લઇને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવતી એએમટીએસ બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ તેમના પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.