યામીએ શેર કરી પીઠી અને ચૂડા સેરેમનીની તસવીરો
મુંબઈ: યામી ગૌતમ અને આદિત્ય ધરનો પ્રેમ અને લગ્ન બોલિવુડનું અત્યાર સુધીનું સૌથી સારી રીતે છુપાવાયેલું સિક્રેટ છે. જાેકે, યામીના ફેન્સ લકી છે હવે એક્ટ્રેસ તેના જીવનના સૌથી અદ્ભૂત દિવસની તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી રહી છે. રવિવારે યામી ગૌતમે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પીઠી અને ચુડા સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં યામી ગૌતમના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ આવે છે. પીઠી માટે યામી ગૌતમે યલો રંગનો સિમ્પલ ડ્રેસ અને ઉપર લાલ દુપટ્ટો ઓઢ્યો હતો. કોડીની જ્વેલરી આ સિમ્પલ લૂકને કમ્પિલિટ કરતી હતી. યામીની આ તસવીર પર કોમેન્ટ કરતાં એક્ટ્રેસ શીતલ ઠાકુરે લખ્યું, રૂપમાં આટલી સાદગી છે તો મન કેટલું સુંદર હશે. યામીએ ચૂડા સેરેમનીની તસવીર શેર કરી છે.
લાલ સાડી અને ચૂડાની નીચે મોટા કલીરા. આ સેરેમની દરમિયાન યામીની આંખો ભીની થયેલી દેખાય છે, જે ચોક્કસથી જ તેની ખુશી દર્શાવે છે. આ તસવીર પર ફિલ્મ વિકી ડોનરના કો-એક્ટર આયુષ્માન ખુરાનાએ કોમેન્ટ કરતાં લખ્યું, જય માતા દીવાળી લાગણી થઈ રહી છે. તમે બંને જ્વાલાજી ગયા હતા? આયુષ્માન ઉપરાંત એક્ટર વિક્રાંત મેસ્સીએ પણ યામીની સાદગીના વખાણ કર્યા હતા. યામીએ વધુ એક તસવીર શેર કરી છે. જેમાં લાલ સાડી ઉપરાંત લાલ ઓઢણી, પગમાં પાયલ, પગની આંગળીઓમાં માછલી, હાથમાં ચૂડા અને નાકમાં લાંબી નથી.યામીની આ તસવીર પણ સાદગી અને સુંદરતાનો સમન્વય છે.
યામીની આ સુંદર તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે અને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. શનિવારે યામી ગૌતમે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મહેંદી સેરેમનીની તસવીરો પણ શેર કરી હતી. મહેંદી માટે યામીએ ઓરેન્જ રંગના આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. આ તસવીરો શેર કરતાં એક્ટ્રેસે એક ક્વોટ શેર કર્યો હતો જેનો અર્થ થાય છે,
“જે તમારા માટે બન્યું છે તે હંમેશા, હંમેશા તમને શોધી જ કાઢશે- લાલેશ્વરી. જણાવી દઈએ કે, યામી અને આદિત્યએ ૪ જૂનના રોજ નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ કપલે તસવીર શેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. યામી અને આદિત્યએ વિકી કૌશલના લીડ રોલવાળી ફિલ્મ “ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક”માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મને આદિત્યએ ડાયરેક્ટ કરી હતી. જાેકે, કપલે એમની રિલેશનશીપ એટલી હદે છુપાવીને રાખી હતી કે તેમના લગ્નના સમાચારે સૌને અચંબિત કર્યા હતા.