Western Times News

Gujarati News

કોરોના બાદ ૧૬ કલાકના માસૂમને MISC બીમારી

ડોક્ટરોની ટીમે કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત એક નવજાત બાળકનો ઈલાજ કર્યો છે

વિજયવાડા: આંધ્ર પ્રદેશમાં એક ખુબ ચોંકાવનારો દર્દીની સ્કિન પર ઘા કરનારો કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમનો કેસ સામે આવ્યો છે. ડોક્ટરોની એક ટીમે અહીં કોવિડ મલ્ટી સિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત એક નવજાત બાળકનો સફળતાપૂર્વક ઈલાજ કર્યો છે. આ દુનિયાનો પહેલો કેસ ગણવામાં આવી રહ્યો છે. આંધ્રમાં બાળકોની જાણીતી હોસ્પિટલના પીડિયાટ્રિક પીવી રામા રાવે કહ્યું કે આ સ્થિતિની સારવાર નવજાત પુરપુરા ફુલમિનન્સ તરીકે કરવામાં આવી હતી. ન્યૂબોર્ન બેબીની ત્વચા પર ગંભીર ઘા થઈ ગયા હતા. નવજાત શિશુમાં એમઆઈએસસી રોગ થવાનો આ પહેલો કિસ્સો છે.

સાત દિવસના શિશુને ૨૧મી મેના રોજ સ્કિન ડિસિઝ અને તાવ સાથે આંધ્ર પ્રદેશની હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જન્મના ૧૬ કલાકમા જ બાળકના પેટ, છાતી અને પગ પાછળ કાળા, લાલ અને વાદળી રંગના ઘા પડી ગયા. ત્રણ ચાર દિવસમાં તો સ્થિતિ વણસી ગઈ. માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા જેમ કે તાવ વગેરે થયો હોવાની ના પાડી. ડોક્ટરોને લાગે છે કે માતા કદાચ ગર્ભાવસ્થા દરમિયાન કોવિડ એસિમ્ટોમેટિક હતી.

જાે કે માતા અને બાળક બંનેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે બંનેમાં કોવિડ આઈજીજી એન્ટીબોડી પોઝિટિવ હતા. જે માતામાંથી બાળકમાં એન્ટીબોડીના ટ્રાન્સપ્લાસેન્ટલ ટ્રાન્સમિશનના સંકેત આપે છે. માતામાંથી બાળકમાં કોવિડ એન્ટીબોડીના ટ્રાન્સપ્લાસેન્ટલ વર્ટિકલ ટ્રાન્સમિશનની ખુબ ઓછી ડિસ્ક્રિપ્શન મળે છે.

ડો.ભૂજાતા, ડો.રેવંત, ડો.કૃષ્ણાપ્રસાદ, ડો.મેઘના અને ડો.બાલકૃષ્ણની એક ટીમે નવજાત બાળકને ઈમ્યુનોગ્લોબુલિન, સ્ટેરોઈડ અને હેપરિનથી બ્લડને પાતળું કરવામાં મદદ કરી. ત્યારબાદ તાવ ઓછો થઈ ગયો અને બાળક સારી રીતે ફિડિંગ કરી રહ્યું છે. રામા રાવે કહ્યું કે તેઓ તારણોને પીયર-રિવ્યૂડ મેડિકલ જર્નલ લેન્સેટને સોંપી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.