યુપીએસસી આઈએફએસ પરીક્ષા આ મહિનામાં યોજાશે
નવી દિલ્હી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ IFS મુખ્ય પરીક્ષા ૨૦૨૧ માટે અરજી ફોર્મ બહાર પાડ્યા છે. ઉમેદવારો સત્તાવાર સાઇટ upsc.gov.inપરથી અરજી ફોર્મ મેળવી શકે છે. તમામ સફળ ઉમેદવારો દ્વારા ૨૭ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકશે.
ભારતીય વન સેવા પરીક્ષા ૨૦૨૧ ની મુખ્ય પરીક્ષા ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૨ થી લેવામાં આવશે. સૂચના અનુસાર પરીક્ષા ભોપાલ, ચેન્નાઈ, દિલ્હી, દિસપુર (ગુવાહાટી), હૈદરાબાદ, કોલકાતા, લખનૌ, નાગપુર, પોર્ટ બ્લેર અને શિમલા ખાતે લેવામાં આવશે.
પરીક્ષા સંબંધિત ફી એસબીઆઈની કોઈપણ શાખામાં રોકડ દ્વારા અથવા એસબીઆઈની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને જમા કરાવી શકાય છે.
આ ઉપરાંત, વિઝા/માસ્ટર/રૂપી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે. UPSCની ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા ૨૦૨૧ માટે અરજી કરનારા ઉમેદવારોએ ૨૦૦ રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે સ્ત્રી/SC/ST/PWBD ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. કમિશને કહ્યું છે કે તમામ ઉમેદવારોએ વિગતવાર અરજી ફોર્મ (ડીએએફ) સાથે જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પાસ કરવાના દસ્તાવેજાે પણ અપલોડ કરવા જાેઈએ. આમ કરવામાં નિષ્ફળ ગયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.SSS