‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સિરીયલના ૩ એક્ટર્સને કોરોના પોઝિટિવ
મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ત્રણ એક્ટર્સ અને ચાર ટેક્નિશિયનને કોરોના થતાં સીરિયલનું શૂટિંગ હાલ પૂરતું રોકી દેવાયું છે. શોના કલાકાર સચિન ત્યાગી, સમીર ઓંકાર અને સ્વાતિ ચિટનિસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુહાસિની ગોયંકા (કાર્તિકની દાદી) એટલે કે સ્વાતિ ચિટનિસ અને સમિર હાલમાં જ શોમાં પરત ફર્યા છે. શોમાં હાલનો ટ્રેક સચિન ત્યાગી પર દર્શાવાઈ રહ્યો છે, જેમનું એક્સિડેન્ટ થતાં યાદશક્તિ જતી રહી છે
અને તેમનો દીકરો એટલે કે કાર્તિક તેમનું ધ્યાન રાખી રહ્યો છે. શોની કાસ્ટ અને ક્રૂએ ગણેશ ચતુર્થી નિમિત્તે સેટ પર બાપ્પાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સીરિયલના તમામ સભ્યો ઉજવણી કરી રહ્યા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સીરિયલના પ્રોડ્યૂસર રાજન શાહીએ કહ્યું કે, સ્વાતિ ચિટનિસ, સચિન ત્યાગી અને સમિર ઓંકાર કે જેઓ યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો મહત્વનો ભાગ છે
તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ ત્રણેયમાંથી એકમાં પણ લક્ષણો નહોતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ હોમ ક્વોરન્ટિન થયા છે. મ્સ્ઝ્રએ પણ તેમનામાં લક્ષણો ન હોવાથી હોમ ક્વોરન્ટિનની સલાહ આપી છે. તેમના રિપોર્ટ આવ્યા બાદ યુનિટના તમામ સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
૪ ક્રૂ મેમ્બર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મ્સ્ઝ્રને જાણ કરાતા તરત જ ટીમ આવી પહોંચી હતી અને આખા સેટને સેનિટાઈઝ કરાયો હતો. હાલ અમે સતત તેમના સંપર્કમાં છીએ કારણ કે તેમનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.