યોગી સરકારે તમામ જિલ્લાના કોરોના કર્ફ્યૂને હટાવવાનો ર્નિણય લીધો
લખનૌ: કોરોના વાયરસની સ્પીડ ધીમી થયા બાદ યોગી સરકારે તમામ જિલ્લાના કોરોના કર્ફ્યૂને હટાવવાનો ર્નિણય લીધો છે. સોમવાર સુધી ૭૨ જિલ્લામાંથી કોરોના કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો. મંગળવારે લખનૌ, મેરઠ અને ગોરખપુરમાં પણ ૬૦૦ એક્ટિવ કેસ થયા બાદ સરકારે કોરોના કર્ફ્યૂ હટાવવાનો ર્નિણય કર્યો છે. જાે કે હવે યુપીમાં કોઈ પણ જિલ્લામાં કોરોના કર્ફ્યૂ લાગૂ નથી. એટલું જરુર છે કે તમામ જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન હજું પણ જારી રહેશે.
હવે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં સવારે ૭ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી બજાર ખુલ્લા રહેશે. જાે કે આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવુ જરુરી રહેશે. કોઈ પણ પ્રકારની બેદરકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના કર્ફ્યૂ હટ્યા બાદ પણ અનેક પ્રતિબંધો લાગૂ રહેશે. મોલ, જિમ, સ્પા સેન્ટર, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, કોચિંગ સેન્ટર, સ્કૂલ કોલેજ સંપૂર્ણ રીતે બંધ રહેશે. જાે કે રેસ્ટોરન્ટમાં પહેલાની જેમ ઓન લાઈન ડિલીવરીની સુવિધા જારી રહેશે.