Western Times News

Gujarati News

આંધ્ર પ્રદેશ માં કોરોના કર્ફ્‌યું ૨૦ જૂન સુધી લંબાવવામાં આવ્યો

પ્રતિકાત્મક

હૈદરાબાદ: સમગ્‌ દેશ માં આ વખતે કોરોનાની લહેર ખુબ જ ભયંકર જાેવા હતી .જેમાં લાખો લોકો કોરોના સંક્રમિત થયા છે.તેમજ અનેક ના મૃત્યુ પણ થયા છે .સરકાર આ બીજી લહેર ને નિયંત્રણમાં લાવવા અથાગ પ્રયત્નો કરતી જાેવા મળે છે .વધતા જતા કેસો ને લીધે અનેક રાજય માં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે .જેમાં અમુક રાજ્યો માં લોકડાઉનની સમય મર્યાદામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે .
આંધ્ર પ્રદેશ માં કોરોના કર્ફ્‌યું ૨૦ જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જાેકે, કર્ફ્‌યુંની અવધિમાં દિવસમાં બે કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ૧૦ જૂન પછી બપોરે બે વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કરયૂ અમલમાં રહેશે

હરિયાણા સરકારે રાજ્ય માં લોકડાઉન ૧૪ જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જાેકે, તેમણે લોકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા નિયંત્રણો હળવાં કરવાની પણ જાહેરાત કરી હતી.હરિયાણામાં કોરોના પોઝિટિવિટી રેટમાં અને કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. કોરોના મહામારીના નિવારણ માટે અને સાવચેતી રૂપે સરકારે રાજય માં ૭ જૂનથી ૧૪ જૂન સુધી મહામારી સામે સાવચેતી–સુરક્ષિત હરિયાણા અભિયાન ચાલુ કયુ છે. રાજયમાં દુકાનો, શોપીંગ મોલ્સ ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

તમિલનાડુમાં જીવન જરિયાતની વસ્તુઓની દુકાનો ખોલવા અને સરકારી કાર્યાલયો શરુ કરવાની છૂટ આપવા સાથે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રાયમાં ૧૪મી જૂન સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.

રાજય માં કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, માંસ–મચ્છીની દુકાનો, રસ્તા પર અન્ય વસ્તુઓ વેચતા ફેરિયાઓને સવારે છ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી પોતાની વસ્તુઓ વેચવાની છૂટ અપાઈ છે. સરકારી કાર્યાલયો ૩૦ ટકા હાજરી સાથે કાર્યરત રહેશે. માચીસ બનાવતા કારખાના પચાસ ટકા હાજરી સાથે કામ કરી શકશે. સબ–રજિસ્ટ્રાર કાર્યાલયમાં પચાસ ટકા ટોકન આપવામાં આવશે.

ઉત્તરાખંડમાં કોરોના લોકડાઉન ૧૫ જૂન સુધી એટલે કે એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું હતું. ૧૫ જૂન સવારે ૬ વાગ્યા સુધી લોકડાઉન અમલમાં રહેશે. અગાઉનું લોકડાઉન આઠ જૂને સવારે ૬ વાગ્યા સુધી લંબાવ્યું છે .લોકડાઉનમાં શૈક્ષણિક સંસ્થા, કોચીંગ કલાસ, સિનેમા હોલ્સ, શોપીંગ મોલ્સ, સ્ટેડિયમ, જીમ અને રેસ્ટોરાં બધં રહેશે. મેડિકલ દુકાનો અને ટેસ્ટિંગ લેબ્સ ૨૪ કલાક ચાલુ રહેશે. બેંકનું કામકાજ સવારે ૧૦થી ૨ વાગ્યા સુધી ચાલશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.