રણદીપ હુડા સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ થયો
મુંબઈ: બોલિવુડ એક્ટર રણદીપ હુડા સોશિયલ મીડિયા પર ખાસ્સો એક્ટિવ રહે છે. લોકડાઉન દરમિયાન રણદીપ હુડાએ ઘણી વખત મુંબઈમાં બીચની સફાઈ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
હવે મળેલી રહેલી માહિતી પ્રમાણે રણદીપ હુડા આજે હોસ્પિટલમાં દાખલ થયો છે. આજે રણદીપ એક હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો અને પાપારાઝીના કેમેરામાં કેદ થયો હતો. રણદીપના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તે આજે સવારે હોસ્પિટલમાં દાખલ થયો છે. મેજર સર્જરી માટે રણદીપ હોસ્પિટલમાં છે.
તેણે કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો છે. હાલમાં જ ફિલ્મ ‘હાઈવે’ના એક્ટર રણદીપ હુડાનો જન્મદિવસ હતો. ફેન્સ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રોએ રણદીપને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સૌનો આભાર માનતા રણદીપે સોશિયલ મીડિયા પર પોતાની ગિફ્ટ સાથેની એક તસવીર શેર કરી હતી. તસવીરમાં રણદીપ હુડા એક સાયકલ પર જોવા મળે છે. આ તસવીર શેર કરતાં રણદીપે લખ્યું હતું,
“વૉક (કે સાયકલ) ધ ટૉક. બેસ્ટ બર્થ ડે ગિફ્ટ. કોરોના વાયરસ લોકડાઉન વિશે વાત કરતાં રણદીપે બોમ્બે ટાઈમ્સને કહ્યું હતું કે, “આ મહામારીમાં મારી આંતરિક અને બાહ્ય વિકાસ થયો છે. હું ઘણી રસપ્રદ સ્ક્રીપ્ટ્સ વાંચી રહ્યો છું અને એક હોલિવુડ ટેલેન્ટ એજન્સી સાથે પણ સંપર્કમાં છું. હું જે ઈન્ટરનેશનલ પ્રોજેક્ટનો ભાગ છું તેણે વધુ કોલાબ્રેશન માટેના દરવાજા ખોલ્યા છે.”