રણધીર ચેમ્બુરમાં આવેલા પૈતૃક RK હાઉસને વેચશે
૯મી ફેબ્રુઆરીએ નાના ભાઈ રાજીવ કપૂરના નિધન બાદ અભિનેતા રણધીર કપૂર તાજેતરમાં એકલા પડી ગયા છે
મુંબઈ, કરીના કપૂર અને કરિશ્મા કપૂરના પિતા તેમજ વીતેલા જમાનાના એક્ટર રણધીર કપૂરનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવતાં ગુરુવારે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે તેમને હવે આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ વચ્ચે માહિતી મળી છે કે, રણધીર કપૂરે ચેમ્બુરમાં આવેલા તેમના પૈતૃક ઘરને વેચવાનો ર્નિણય લીધો છે. હકીકતમાં, તેણે બાંદ્રામાં એક નવું ઘર ખરીદી લીધું છે જે માઉન્ટ મેરી ચર્ચની નજીક છે. આ સિવાય પત્ની બબીતા અને દીકરીઓ કરિશ્મા અને કરીનાનું ઘર પણ ત્યાંથી નજીક થશે.
૯મી ફેબ્રુઆરીએ નાના ભાઈ રાજીવ કપૂરના નિધન બાદ રણધીર કપૂર એકલા પડી ગયા છે. ‘રાજીવ મોટાભાગે મારી સાથે જ રહેતો હતો, તેનું પુણેમાં ઘર હતું પરંતુ તે મોટાભાગે મુંબઈમાં જ રહેતો હતો. હવે હું, બબીતા, બેબો અને લોલોના ઘર નજીક શિફ્ટ થઈ રહ્યો છે’, તેમ મંગળવારે સાંજે (૨૭મી એપ્રિલ) સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં રણધીરે કહ્યું હતું.
ચેમ્બુરમાં આવેલા ઘરને છોડીને બીજી શિફ્ટ થઈ રહ્યા હોવાની વાતની પુષ્ટિ કરતાં રણધીર કપૂરે કહ્યું કે, ‘મારા માતા-પિતાએ મને કહ્યું હતું કે હું જ્યાં સુધી ઈચ્છું ત્યાં સુધી આ ઘરમાં (ચેમ્બુર) રહી શકુ છું. પરંતુ જે દિવસે હું તેને વેચીશ ત્યારે મારે તેની રકમ મારા ભાઈ-બહેન ઋષિ, રાજીવ, રિતુ અને રીમાને પણ આપવી પડશે. પરંતુ તેમા મને કોઈ વાંધો નથી કારણ કે મેં મારા કરિયરમાં સારું કર્યું છે અને રોકાણ પણ કર્યું છે.