રણવીર સિંહે એનિમલ અને સેમ બહાદુર ફિલ્મ ઠુકરાવી હતી
ક્રિકેટ માટે ઠુકરાવી દીધી બ્લોકબસ્ટર ફિલ્મ
જ્યારે પદ્માવત સ્ટારને એનિમલ ઓફર થઇ હતી, ત્યારે રણવીર ક્રિકેટ વર્લ્ડ કપ બેઝ્ડ ફિલ્મ ૮૩માં બિઝી હતો
નવી દિલ્હી, ૧ ડિસેમ્બરે સિનેમાઘરોમાં બે હિન્દી ફિલ્મો રિલીઝ થઇ અને બંને જ ફિલ્મી લવર્સ પસંદ કરી રહ્યાં છે. જ્યાં એક તરફ સંદીપ રેડ્ડી વાંગાની એનિમલે બોક્સ ઓફિસના લગભગ તમામ રેકોર્ડ તોડીને છ જ દિવસમાં દેશમાં ૩૦૦ કરોડ તો વર્લ્ડ વાઇડ ૫૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. તેવામાં બીજી બાજુ મેઘના ગુલઝારની સેમ બહાદુરનો એટલો જાદુ નથી ચાલ્યો. પરંતુ આ નાનકડી ફિલ્મે ૬ દિવસમાં ભારતમાં ૩૨ કરોડ જ્યારે વર્લ્ડ વાઇડ ૪૫ કરોડનું કલેક્શન કર્યુ છે. બંને ફિલ્મોમાં લીડ એક્ટર રણબીર કપૂર અને વિક્કી કૌશલની એÂક્ટંગના ભરપૂર વખાણ થઇ રહ્યાં છે.
તેમ છતાં જો કિસ્મતને મંજૂર હોત તો અન્ય કોઇ એક્ટર પણ તેમના રોલ સારી રીતે કરી શક્યાં હોત. અહીં અમે તમને એક એવા એક્ટર વિશે જણાવી રહ્યાં છીએ જેને સંદીપ રેડ્ડી વાંગાની એનિમલ અને મેઘના ગુલઝારની સેમ બહાદુર ઓફર થઇ હતી પરંતુ તેણે આ ફિલ્મો કરવાથી ઇનકાર કરી દીધો હતો. સેમ બહાદુરમાં ફીલ્ડ માર્શલ સેમ માનેકશાની ભૂમિકા માટે મેઘનાએ વિક્કીને ઓફર કરતાં પહેલા તેણે આ ભૂમિકા માટે રણવીર સિંહ પર વિચાર કર્યો હતો પરંતુ તેણે આ ફિલ્મ સ્વીકારી ન હતી. આ ઉપરાંત, તેની પાસે એનિમલની ઓફર આવી પરંતુ તેણે તે પણ સાઇન ન કરી. ખરેખર, જ્યારે પદ્માવત સ્ટારને એનિમલ ઓફર થઇ હતી,
ત્યારે રણવીર ક્રિકેટ વર્લ્ડ કપ બેઝ્ડ ફિલ્મ ‘૮૩’માં બિઝી હતો, તેથી તેણે આ ફિલ્મ સ્વીકાર ન કરી અને ઇચ્છવા ન છતાં આ ફિલ્મને રિજેક્ટ કરવી પડી. તેવામાં જ્યારે સેમ બહાદુર મળી તો રણવીરે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ માટે ડેટ્સ આપી હતી. તેને લાગ્યું કે તેની પાસે સેમ બહાદુર કરવા માટે સમય નહીં હોય. જ્યારે તખ્ત ડબ્બાબંધ થઇ ગઇ અને તેના પર કામ રોકવામાં આવ્યું છે. તેવામાં બંને જ સારી ફિલ્મો રણવીર સિંહના હાથમાંથી નીકળી ગઇ.
એવા પણ રિપોર્ટ્સ આવ્યાં છે કે, સંદીપ રેડ્ડી વાંગાએ એનિમલમાં મુખ્ય ભૂમિકા માટે રણવીરનો સંપર્ક કર્યો હતો, તેણે ચાર વર્ષ પહેલા પોતાની બોલિવૂડ ડેબ્યૂ કબીર સિંહ માટે પણ તેની સાથે વાત કરી હતી. જો કે રણવીરને લાગ્યું કે ભૂમિકા અને વિષય વધુ ગંભીર છે તેથી તેણે આ ભૂમિકા કરવાથી ઇનકાર કરી દીધો અને પછી એનિમલ રણબીર કપૂર પાસે ચાલી ગઇ. મહામારી બાદ રણવીરની પહેલી મોટી રિલીઝ ૮૩ હતી,
જે ભારતીય ક્રિકેટ ટીમના ૧૯૮૩ની વર્લ્ડ કપ જીતની સ્ટોરી હતી. જો કે ફિલ્મે કંઇ ખાસ કમાલ કરી ન હતી, જેવી લોકોને આશા હતી. ફિલ્મે ફક્ત ૧૯૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હાઇ બજેટના કારણે તેને સરેરાશથી ઓછી કમાણીવાળી ફિલ્મ ઘોષિત કરવામાં આવી હતી. રણવીર સિંહની ૮૩ને થિયેટર્સમાં સામાજિક અંતરની આવશ્યકતાઓ અને મહામારીના કારણે થિયેટર્સમાં જવાથી લોકોના ખચકારટના કારણે ઘણુ નુકસાન થયું હતું. તે બાદ રણવીરની અન્ય બે ફિલ્મે- સર્કસ અને જયેશભાઇ જોરદાર પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. એક્ટરે ફરી સુપરહિટ રોકી ઔર રાની કી પ્રેમ કહાની સાથે કમબેક ર્યુ. કરણ જોહરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે ૧૫૦ કરોડથી વધુની કમાણી કરી હતી.ss1