Western Times News

Gujarati News

ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO બુધવાર, 13 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે

અમદાવાદ, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“કંપની”) એ તેનો આઈપીઓ (“ઓફર”) બુધવાર, 13 ડિસેમ્બર, 2023ના રોજ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બિડ/ઓફરની અંતિમ તારીખ શુક્રવાર, 15 ડિસેમ્બર, 2023 હશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 12 ડિસેમ્બર, 2023 રહેશે.

ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 750 પ્રતિ ઇક્વિટી શેરથી રૂ. 790 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 18 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 18 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. DOMS INDUSTRIES LIMITED INITIAL PUBLIC OFFERING TO OPEN ON WEDNESDAY, DECEMBER 13, 2023

આ ઓફરમાં રૂ. 3,500.00 મિલિયન સુધીના એટલા ઈક્વિટી શેરના નવા ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) નો સમાવેશ થાય છે અને રૂ. 8,500.00 મિલિયન સુધીના ઈક્વિટી શેર્સ (“ઓફર કરેલા શેર”) ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેમાં ફિલા દ્વારા રૂ. 8,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ, સંજય મનસુખલાલ રાજાણી દ્વારા રૂ. 250.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર્સ કેતન મનસુખલાલ રાજાણી દ્વારા એકંદરે રૂ. 250.00 મિલિયન (સંયુક્તપણે “વેચાણકર્તા શેરધારકો” અને વેચાણ માટેના શેરધારકો દ્વારા વેચાણ માટેની આવી ઓફર, “વેચાણ માટેની ઓફર”) નો સમાવેશ થાય છે.

આ ઓફરમાં પાત્ર કર્મચારીઓ (“કર્મચારી આરક્ષણ ભાગ”) દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 50.00 મિલિયન સુધીની સંખ્યાના ઇક્વિટી શેરના આરક્ષણનો સમાવેશ થાય છે. કંપની, બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે પરામર્શ કરીને, એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન (“એમ્પ્લોયી ડિસ્કાઉન્ટ”) હેઠળ બિડિંગ કરવા પાત્ર કર્મચારીઓને ઓફર પ્રાઈસ પર ઇક્વિટી શેર દીઠ રૂ. 75ની સમકક્ષ ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. કર્મચારી આરક્ષણ ભાગમાંથી બાદ કર્યા પછીની ઓફરને પછીથી “નેટ ઓફર” તરીકે ઓળખવામાં આવે છે.

કંપની સર્વે ગામ: દહેરી, તા. ઉંબરગાંવ, જિલ્લો વલસાડ, 396170, ગુજરાત ભારત ખાતે રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોટર કલર પેન, માર્કર્સ અને હાઇલાઇટર્સની વિશાળ શ્રેણી માટે તેની ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃત કરવા માટે નવી ઉત્પાદન સુવિધાની સ્થાપનાના ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફ્રેશ ઇશ્યૂની આવકનો ઉપયોગ કરવા માંગે છે.

આ ઓફર સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચેલા એસસીઆરઆરના નિયમ 19(2)(બી)ની શરતોમાં કરવામાં આવી રહી છે. આ ઓફર સેબી આઈસીડીઆર  રેગ્યુલેશનના રેગ્યુલેશન 6(2) અનુસાર બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરનો લઘુત્તમ 75% ભાગ લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો (“ક્યુઆઈબી” માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (“ક્યુઆઈબી ભાગ”),

એ શરતે કે કંપની બીઆરએલએમ સાથે પરામર્શ કરીને, વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઈબી ભાગના 60% સુધી ફાળવી શકે છે (“એન્કર રોકાણકાર ભાગ”). એન્કર ઇન્વેસ્ટર્સનો એક તૃતીયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આરક્ષિત રહેશે, જે સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ મુજબ  સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે ભાવે એન્કર ઇન્વેસ્ટર્સ (“એન્કર ઇન્વેસ્ટર ફાળવણી કિંમત”)ને ફાળવણી કરવામાં આવે છે

તે ભાવે અથવા તેનાથી ઉપરની માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં, બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“નેટ ક્યુઆઈબી પોર્શન”)માં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ ક્યુઆઈબી ભાગનો 5% માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

અને બાકીનો ચોખ્ખો ક્યુઆઈબી ભાગ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જેના માટે માન્ય બિડ્સ ઓફર કિંમત પર અથવા તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. જો કે, જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ ક્યુઆઈબી ભાગના 5% કરતા ઓછી હોય, તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી ભાગમાં ઉમેરવામાં આવશે.

વધુમાં, (એ) નેટ ઓફરના મહત્તમ 15% બિન-સંસ્થાકીય બિડર્સ (“બિન-સંસ્થાકીય ભાગ”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જેમાંથી બિન-સંસ્થાકીય ભાગનો એક તૃતીયાંશ ભાગ બિડર્સ માટે આરક્ષિત રહેશે જેમની બિડ રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની હોય અને બિન-સંસ્થાકીય ભાગનો બે તૃતીયાંશ ભાગ રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ ધરાવતા બિડર્સ માટે આરક્ષિત રહેશે)

અને બિન-સંસ્થાકીય ભાગની આ બે પેટા-શ્રેણીઓમાંથી કોઈ એકમાં અંડર-સબસ્ક્રિપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર બિન-સંસ્થાકીય ભાગની અન્ય પેટા-શ્રેણીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જેના માટે ઓફર કિંમત પર અથવા તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ મળેલી હોવી જોઈએ); અને (બી) સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર રિટેલ વ્યક્તિગત બિડર્સ (“રિટેલ ભાગ”) ને ફાળવણી માટે ચોખ્ખી ઓફરના મહત્તમ 10% ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત અથવા તેનાથી વધુની કિંમતે તેમની પાસેથી માન્ય બિડ્સ પ્રાપ્ત થવાને આધિન રહેશે.

એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના તમામ સંભવિત બિડર્સે, તેમના સંબંધિત ASBA એકાઉન્ટની (અહીં જણાવ્યા મુજબ)  વિગતો આપીને (“ASBA”) તથા યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી આપીને (અહીં જણાવ્યા મુજબ) બ્લોક્ડ થયેલી રકમની પ્રક્રિયા દ્વારા અરજી કરીને ઓફરમાં ભાગ લેવો ફરજિયાત છે, જે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા સ્પોન્સર બેંક(કો) દ્વારા, જે તે કિસ્સામાં, તેમની સંબંધિત બિડની રકમની મર્યાદામાં બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રક્રિયા દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.