Western Times News

Gujarati News

રશિયાએ ભારત ચીન વચ્ચે ચાલતા વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખીના પાડી દીધી

નવીદિલ્હી, રશિયાએ ભારત ચીન વચ્ચે ચાલતા સહરદ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે રશિયાએ સ્પષ્ટ કર્યું કે જયાં સુધી બંને દેશ તેને મધ્યસ્થતા કરવાનું નહીં કહે ત્યાં સુધી તે આ મામલે વચ્ચે પડશે નહીં જાે કે તે બંન્ને દેશોને વાતચીત દ્વારા આપસી વિવાદ ઉકેલવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરિત કરતું રહેશે. ભારતમાં રશિયન દુતાવાસના ઉપ પ્રમુખ કોમન બબુશ્કિને કહ્યું કે તેમની સરકાર વાતચીત દ્વારા પૂર્વ લદ્દાખમાં તનાવ ઓછો થતો જાેવા માંગે છે તેમણે કહ્યું કે અમને આશા છે કે ભારત અને ચીન વાતચીત દ્વારા સરહદ વિવાદ ઉકેલી લેશે તેઓ પત્રકારો સાથે ઓનલાઇન વાતચીત કરી રહ્યાં હતાં.

રશિયાની આ ટીપ્પણી પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા તાજા ધર્ષણ બાદ વધેલા તનાવના એક દિવસ બાદ આવી છે બબુશ્કિને કહ્યું કે અમે બંને દેશો વચ્ચે વિવાદના સમાધાનની પ્રક્રિયામાં સામેલ નથી અમે આ માટે સકારાત્મક માહોલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આ બાજુ ભારતીય વિદેશ મંત્રી ડો એસ જયશંકર આઠ દેશોના શાંધાઇ સહયોગ સંગઠનની મંત્રીસ્તરની બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે ચાર દિવસના પ્રવાસે રશિયા ગયા છે આ દરમિયાન તેઓ બેઠકથી અલગ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ મુલાકાત કરી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.