Western Times News

Gujarati News

રામ વિલાસ પાસવાનને મહાગઠબંધનમાં સામેલ થવા દિગ્વિજયસિંહનું આમંત્રણ

પટણા, બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા સત્તારૂઢ એનડીએ ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઇ ઉથલપુથલ શરૂ થઇ ગઇ છે. જદયુથી તનાતની વચ્ચે લોજપાએ રાજયમાં ભાજપના હિસ્સાની ૧૦૦ બેઠકો છોડી અન્ય બેઠકો પર પોતાની પાર્ટીના ઉમેદવાર ઉતારવાનો સંદેશ આપ્યો છે જયારેય મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બિહાર કોંગ્રેસના પ્રભારી રહી ચુકેલા દિગ્વિજયસિંહે રામવિલાસ પાસવાન અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનને જુના ઘરમાં પાછા ફરવાનું આમંત્રણ આપ્યું છે.

દિગ્વિજયસિંહે શિવહર અને સીતામઢી જીલ્લાના પાર્ટી નેતાઓ અને કાર્યકરોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશકુમારની ભારે ટીકા કરી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે જયારે તમે તમારા જુના મિત્રોની પાસે આવી જાેવ તમામ ધર્મનિરપેક્ષ શક્તિ મળી આ વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને નીતીશકુમારને પાઠ શિખવીશું
તેમણે બિહાર વિધાનસભા ચુંટણી ૨૦૧૫નો ઉલ્લેખ કરતા કહ્યું કે તે સમયે બિહારની ચુંટણી નીતીશકુમાર અને લાલુ પ્રસાદના નેતૃત્વમાં લડવામાં આવી હતી અને તે શક્તિઓને આપવામાં આવી હતી જે પી આંદોલનથી નિકળીને નીતીશકુમાર જેવી વ્યક્તિએ બે વર્ષ બાદ જનમતને દગો આપ્યો ૨૦૧૭માં જે દિવસે સાંજે છ વાગે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું બરોબર તેના બીજા દિવસે ફરીથી મુખ્યમંત્રી પદના સોગંદ લઇ લીધા.

દિગ્વિજયસિંહે કહ્યું કે નીતીશ જે પી આંદોલનની ઉપજ છે પરંતુ આજે તેમણે જેપીની વિચારધારાથી નહીં પરંતુ ફકત ખુરશીથી મતલબ છે કોંગ્રેસ નેતા રાજીવ શુકલાએ પણ પુર અને કોરોનાને લઇ સરકાર પર હુમલો કર્યો હતો અને કહ્યું કે પુર અને કોરોનામાં બિહારની નીતીશ સરકાર પુરી રીતે નિષ્ફળ ગઇ છે. દિગ્વિજયસિંહે કહ્યું કે ભાજપને લોકતંત્ર પર વિશ્વાસ નથી અને ન તો તેનાથી આશા કરી શકાય તેમણે કહ્યું કે વર્તમાન દૌરમાં દેશ સંકટના દૌરથી પસાર થઇ રહ્યો છે કોરોનાને લઇ વડાપ્રધાને ૨૦ હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી જેનો લાભ મુંડીપતિઓને મળ્યો સંમેલનને પાર્ટીના પ્રદેશ પ્રભારી અજયકુમાર વીરેન્દ્રસિંહ પ્રમોદ તિવારી સહિત અન્ય નેતાઓએ પણ સંબોધિત કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.