Western Times News

Gujarati News

રાજસ્થાનના અલવરમાં ૧૫ દિ’માં સાત ગેંગરેપ, ૧૭ રેપ

Files Photo

જયપુર: ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં રેપની ઘટનાઓમાં ચોંકાવનારી હદે વધારો થયો છે.જેના પગલે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.

મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના અલવરમાં તો સ્થિતિ વધારે ગંભીર બની છે.અલવર જિલ્લામાં હવે મહિલાઓ ઘરમાં પણ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી નથી.બીજી તરફ પોલીસ કાર્યવાહીમાં ઢીલ થઈ રહી હોવાથી બળાત્કારીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે.

અલવર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં ગેંગરેપના સાત કેસ નોંધાયા છે અને રેપના ૧૭ બીજા કેસ નોંધાયા છે. આ જિલ્લો રેપિસ્તાન બની રહ્યો છે.એમ પણ રેપના સૌથી વધારે કેસ આ જિલ્લામાં નોંધાતા રહ્યા છે.અલવરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે કાયદો અને વ્યવસ્થાની રીતે બે પોલીસ જિલ્લા બનાવાયા છે.

બંને જિલ્લામાં એક-એક એસપીની નિમણૂંક કરવામાં આવી છે પણ મહિલાઓ સાથે જાેડાયેલા અપરાધો અટકી રહ્યા નથી.
જાેકે પોલીસનુ કહેવુ છે કે, મહિલાઓમાં જાગૃતિ આવી છે અને હવે તેઓ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહી છે તથા પોલીસ પણ તરત જ કાર્યવાહી કરી રહી છે.

ગેંગરેપના મોટાભાગના કિસ્સાઓમાં આરોપીએએ યુવતીઓનુ અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.ગેંગરેપનો ભોગ બનનારામાં સગીર કિશોરીઓ પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.