Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયામાં ઓક્સિજન-મેડિકલ સ્પલાયનાં ફાંફા છે

જકાર્તા: કોરોનાની લહેર કેટલી હદે વિનાશકારી સાબિત થઈ શકે છે તે હવે ઈન્ડોનેશિયાના લોકો અનુભવી રહ્યા છે.
ઈન્ડોનેશિયામાં કોરોનાએ નવેસરથી જાેર પકડ્યુ છે અને તાજેતરમાં ભારતને મદદ કરનાર આ દેશમાં હવે ઓક્સિજનના અને બીજા મેડિકલ સપ્લાયના ફાંફા પડી રહ્યા છે.ભારતની જેમ જ ઈન્ડોનેશિયાની હોસ્પિટલોમાં બેડ બચ્યા નથી અને લોકો સારવારના અભાવે ઘરમાં જ મરી રહ્યા છે.

ભારતમાં એપ્રિલ મહિનામાં કોરોનાની લહેર પીક પર હતી ત્યારે ઈન્ડોનેશિયાએ ભારતને ઓક્સિજન ટેન્કરો મોકલીને મદદ કરી હતી પણ હવે ઈન્ડોનેશિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.ઈન્ડોનેશિયાની સરકારે હવે સિંગાપુર તેમજ ચીન સહિતના દેશો પાસે મદદ માંગી છે. સિંગાપુરથી ૧૦૦૦થી વધારે ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને બીજા ઉપકરણોની પહેલી ખેત ઈન્ડોનેશિયા પહોંચી છે.ઓસ્ટ્રેલિયાએ પણ ૧૦૦૦ વેન્ટિલેટર મોકલ્યા છે.બીજી તરફ ઈન્ડોનેશિયા સિંગાપુર પાસે ૩૬૦૦૦ ટન ઓક્સિજન અને ઓક્સિજન માટેના પ્લાન્ટ ખરીદવાની યોજના બનાવી રહ્યુ છે.

અમેરિકા તથા યુએઈએ પણ ઈન્ડોનેશિયાને મદદ કરવાની તૈયારી બતાવી છે.ઈન્ડોનેશિયામાં કોરોના સંક્રમણના ૨૪ લાખથી વધારે કેસ છે અને ૬૩૦૦૦ લોકોના મોત થયા છે પણ આ આંકડો તેનાથી અનેક ગણો વધારે હોઈ શકે છે.અહીંયા છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૯૦૦૦ કેસ સામે આવ્યા છે.કોરોનાના દર્દીઓનો આંકડો હજી પણ વધી શકે છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે, જે મેડિકલ વર્કર્સ અને ડોકટરોનુ વેક્સીનેશન કરાયુ હતુ તે પણ ફરી સંક્રમિત થયા છે.૧૦૦૦ હેલ્થ વર્કર કોરોનાથી માર્યા ગયા છે.જેમાંથી ઘણા એવા હતા જેમને પહેલા વેક્સીન અપાઈ ચુકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.