રાજ્યની હરિફાઈમાં સર પી ટી સાયન્સ કોલેજ મોડાસાનું ગૌરવ
મોડાસા: IAPT ગુજરાત RC-7 રાજ્ય કક્ષાની ફિજીકસના પ્રયોગોની હરિફાઈ CPEx 2020 સુરતની સર પી ટી સાર્વજનિક સાયન્સ કોલેજમાં તા ૧૯ ફેબ્રુઆરી ના યોજાયેલ હતી ગ્રેજયુએટ વિભાગમાં સર પી ટી સાયન્સ કોલેજ મોડાસાના જિતપુરા અનુરાગ અને પ્રજાપતિ ખુશાલ કુમારની ટીમે સ્પર્ધામાં નાવીન્યસભર પ્રયોગ ‘પ્લાંક અચળાંક’ પ્રા વેકરિયાના માર્ગદર્શનથી રજુ કર્યો હતો, આ પ્રયોગ રાજ્યમાં બીજો નંબર મેળવી નેશનલ હરિફાઈ CPEx 2020 ઈન્દોર માટે પસંદ થયો છે. કેળવણી મંડળના પ્રમુખ નવીનચંદ્ર મોદી, સેક્રેટરી સુરેન્દ્રભાઈ શાહ અને પ્રિન્સીપાલ ડો કે પી પટેલે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતાં