Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના બેકાબુઃ અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક

કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થતા નવાં દર્દીઓને અન્ય જીલ્લાઓમાં ખસેડાય તેવી સંંભાવના
રાજ્યમાં પ્રતિ કલાકે કોરોનાના સરેરાશ ર૦ કેસઃ કોરોનાના કેસોનો આંકડો ર૩,૦૦૦ને પાર, રોજના ૪૦૦ થી પ૦૦ કેસ
રાજ્ય સરકારની પરિસ્થતિ પર નજરઃ લોકડાઉનની વાત માત્ર અફવા
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની મહામારી બેકાબુ બની રહી છે. રોજના પ૦૦ થી પ૦૦ સરેરાશ કેસ નોંધાઈ રહ્યાં છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં લોકડાઉન પછી કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં પ્રતિ કલાકે ર૦ જેટલા કેસો નોંધાઈ રહ્યાં છે. સતત વધતા જતા કેસોથી સરકાર ચિંતિત થઈ છે. તો વધતા જતા કેસોને લઈને કોવિડ હોÂસ્પટલો હાઉસફુલ થઈ જતા નવા દર્દીઓને ક્યાં રાખવા તેને લઈને દ્વિધાભરી Âસ્થતિ સર્જાઈ છે.

કોવિડ હોÂસ્પટલો હાઉસફુલ થઈ જતાં કોરોના દર્દીઓને આસપાસના જીલ્લાઓમાં ખસેડવા પડે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોરોનાનો ફેલાવો ગ્રામ્ય વિસ્તાર સુધી જાવા મળી રહ્યો છે. ૧પ જીલ્લાઓમાં ૧૦૦થી વધુ કેસોનો આંકડો બહાર આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી કોરોના સામે મક્કમતા પૂર્વક લડાઈ લડવામાં આવી રહી છે. તેમ છતાં કેસો વધી રહ્યાં છે તે હકીકત છે અને તેથી જ કેન્દ્રીય ટીમ આગામી નજીકના દિવસોમાં ગુજરાત આવી રહી છે અને તે અમદાવાદ, વડોદરા તથા સુરતની મુલાકાત લેશે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા સરકાર તરફથી અનેક પ્રકારના પગલાં લેવાઈ રહ્યાં છે. અનલોક-૧માં લોકડાઉનના સમયગાળા કરતા કેસમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તેની આંકડાકીય વિગતો પણ પ્રસિધ્ધ થઈ રહી છે. એક અહેવાલ પ્રમાણે રાજ્યમાં રોજના ૪૦૦ થી પ૦૦ કેસો નોંધાઈ રહ્યાં છે. તેમાંથી ૭૦ થી ૮૦ ટકા કેસ અમદાવાદ જેવા શહેરમાં નોંધાયા છે. કાળમુખા કોરોનાના ખપ્પરમાં અનેક નાગરિકો હોમાઈ રહ્યાં છે. શહેરની કોવિડ હોÂસ્પટલો હાઉસફુલ થઈ જતા દર્દીઓને અમદાવાદની આસપાસના જીલ્લાઓમાં ખસેડવામાં આવે તે પ્રકારની ચર્ચા વ્યાપક બની છે. ખાસ કરીને દર્દીઓને ગાંધીનગર, મહેસાણા તથા બોટાદ ખસેડવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.

એક તરફ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસો વધતા ફફડાટ ફેલાયો છે. રાજ્યના લગભગ ૩૩ જીલ્લાઓમાં કોરોનાના કેસો વધતા ઓછા પ્રમાણમાં જાવા મળી રહ્યાં છે. ૧પ જીલ્લાઓમાં તો ૧૦૦ જેટલા કેસો નોંધાયા છે. શહેરો પછી ગામડાઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. જા કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગામડાઓમાં કેસોની સંખ્યા ઓછી છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતા વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. પ્રતિ કલાકે ર૦ જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. જેને લીધે કેન્દ્ર સરકાર ચિંતિત છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુમાં કેસોની સંખ્યા વધી રહી છે અને તેથી જ દેશના જુદા જુદા રાજ્યોની અંદાજે પ૦ જેટલી મહાનગરપાલિકાઓ, નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્રીય તજજ્ઞોની ટીમ આવનાર છે. ગુજરાતમાં ત્રણ ટીમ આવશે. આ ટીમમાં એક ટીમની અંદર ત્રણ સભ્યો હશે.

આ ટીમો સ્થાનિક આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધીને કામગીરી કરશે અને કોરોનાના વધતા કેસોના પેટર્નનો અભ્યાસ કરીને કેન્દ્રને અહેવાલ સુપ્રત કરશે. દરમિયાનમાં ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો ર૩,૦૦૦ને પાર થયો છે, તે ચિંતાનો વિષય થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે લોકડાઉનની અફવા શરૂ થઈ હતી પરંતુ રાજ્ય સરકારે ગુજરાતમાં પુનઃ લોકડાઉનની વાતનો ઈન્કાર કરી દીધો છે.

રાજ્ય સરકાર તરફથી કોરોના સામે ટક્કર લેવા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમગ્ર પરિÂસ્થતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. મુખ્યમંત્રી હોÂસ્પટલોમાં દર્દીઓની સારવાર સહિતની કામગીરી નિહાળીને તેમની સાથે વાતચીત કરી રહ્યાં છે. તો અધિકારીઓ પાસેથી કોરોનાની સતત અપડેટ મેળવે છે. જ્યારે કોરોનાના દર્દીઓની ઓળખ માટે તપાસની કામગીરી તેજ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના ર,૭ર,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ર લાખ કરતા વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. આરોગ્ય વિભાગના


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.