રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કુલ ૧૦૪૦ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાથી મોટી રાહત મળી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૦ નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન ૧૪ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર બાદ ૨૫૭૦ લોકો સાજા થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં ૩૪૧, વડોદરા શહેરમાં ૧૭૦, બનાસકાંઠામાં ૭૧, વડોદરા ગ્રામ્ય ૬૪, સુરત ગ્રામ્ય ૪૬, સુરત શહેર ૩૪, ખેડા ૩૧, ગાંધીનગર શહેર ૨૫, કચ્છ ૨૫, મહેસાણા ૨૪, રાજકોટ ગ્રામ્યમાં ૨૧ કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિનું તો વડોદરા શહેરમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય પંચમહાલ, સુરત ગ્રામ્ય, મહીસાગર, વલસાડ, જામનગર, સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૨૬૬૭ છે, જેમાં ૮૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧૧૯૨૮૪૧ લોકો સાજા થયા છે. તો ૧૦૮૨૨ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના ૧૦ કરોડ ૧૦ લાખ ૨૩ હજાર ૬૭૧ ડોઝ આપવામાં આવ્યા છે.SSS