રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૦ નવા કેસો સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં તહેવારો ટાણે લોકોને આપેલી છૂટ હવે ભારે પડી રહી હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં ૪૦ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૨૧ દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬, ૫૪૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને ૯૮.૭૫ ટકાએ પહોંચ્યો છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૪,૫૭,૭૬૭ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તહેવારોની સિઝન છતા સરકાર યુદ્ધનાં ધોરણે રસીકરણ કરી રહી છે.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૨૩૪ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૭ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૨૨૭ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૬,૫૪૨ નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ૧૦૦૯૦ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જાે કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું.
ગુજરાતમાં આજના કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૧૪ કેસ નોધાયા છે, ત્યારબાદ અનુક્રમે વડોદરા કોર્પોરેશનમાં ૬, સુરત કોર્પોરેશનમાં ૪, રાજકોટ કોર્પોરેશન અને સુરતમાં ૩-૩ કેસ નોંધાયા છે.
આ સિવાય જૂનાગઢ અને વલસાડમાં ૨-૨ કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં ૧-૧ કેસ નોંધાયો છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૭ ને રસીનો પ્રથમ જ્યારે ૧૦૯૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે.
૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૮૩૬૪ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૧૩૭૦૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષા નાગરિકો પૈકી ૨૬૮૨૪ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૩૦૭૭૬૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪,૫૭,૭૬૯ નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ ૭,૩૩,૩૧,૫૫૨ નાગરિકોનું રસીકરણ થયું છે.SSS