રાફેલ જયાં હશે દુશ્મનો પર ભારે પડશે: ભદૌરિયા
નવીદિલ્હી, રાફેલ લડાકુ વિમાન આજે ઔપચારિક રીતે ભારતીય વાયુસેનાના બેડામાં સામેલ થઇ ગયું છે આ પ્રસંગ પર અંબાલા એયરબેસ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જયારે રાફેલના વાયુસેનામાં સામેલ થવાને લઇ વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકે એસ ભદૌરિયાએ કહ્યું કે રાફેલ જયાં પણ તહેનાત હશે ત્યા દુશ્મનો પર ભારે પડશે તેમણે કહ્યું કે વર્તમાન સુરક્ષા પરિદ્શ્યને જાેતા રાફેલને વાયુસેનામાં સામેલ કરવાના તેનો યોગ્ય સમય હોઇ શકે નહી. એ યાદ રહે કે ભારત અને ચીનની વચ્ચે જારી ગતિરોધની વચ્ચે આજે પાંચ રાફેલ લડાકુ વિમાન અંબાલા એયરબેસ પર ઔપચારિક રીતે વાયુસેનામાં સામેલ થઇ ગયા છે વિમાનોને વાયુસેનામાં સામેલ કરવા માટે એયરબેસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યાધુનિક યુધ્ધક વિમાન રાફેલ આજે વિધિવત રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતું આ પ્રસંગ પર આયોજિત સમારોહમા રાફેલ તેજસ સુખોઇ અને જગુુઆર વિમાન એર શોમાં શાનદાર કરતબ બતાવ્યા હતાં આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ફ્રાંસના રક્ષા મંત્રી ફલોરેંસ પર્લી સહિત મુખ્ય ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવત વાયુસેનાધ્યક્ષ આરકે ભદૌરિયા સહિત અન્ય લોકોએ ભાગ લીધો હતો. રાફેલથી ભારતીય વાયુસેના મજબુત થઇ છે.HS