રામોલમાં ચપ્પાનાં ઘા મારી મહિલાની હત્યા
અમદાવાદ, શહેરનાં રામોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી મહિલાની ચપ્પાનાં ઘા મારી હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી છે. હત્યા દરમિયાન મહિલાનો પતિ બહારગામ હોવાથી તે ઘરે એકલી હોવાનું જાણવા મળ્યું છે.
રામોલ પોલીસની હદમાં આવતાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલાં સરીતા એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. આ અંગે સેકન્ડ પીઆઈ એમ એણ કોટવાલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતં કે, હત્યાનો બનાવ રક્ષાબંધનની આસપાસ બન્યો છે. એ વખતે મહિલા ઘરમાં એકલી હતી. તેની ઉપર ચપ્પાનાં ઘા મારવામાં આવ્યાં છે. મહિલાનો પતિ બહારગામ હતો. અને પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને સ્થળ પરથી પુરાવા એકત્ર કરવા તથા મહિલાનાં પતિનો સંપર્ક કરવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત એપાર્ટમેન્ટનાં સીસીટીવી ફુટેજ મેળવીને શંકાસ્પદ શખ્સોની ભાળ મેળવવા પ્રયત્નો આપ્યો છે. હત્યાનાં સમાચાર ફેલાતાં એપાર્ટમેન્ટ સહિત સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.