Western Times News

Gujarati News

આવતી કાલે વડાપ્રધાન મોદી કરશે સંબોધન: નવી શિક્ષણ નીતિ 2020 પર ચર્ચા થશે

નવી દિલ્હી, વડાપ્રધાન મોદી આવતી કાલે એટલે કે, શુક્રવાર 7 ઓગસ્ટ 2020ના રોજ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ઉચ્ચ શિક્ષણમાં પરિવર્તનકારી સુધારો વિષય પર આયોજીત સંમેલનમાં ઉદ્ધાટન ભાષણ આપશે. આ કોન્ફરન્સનું આયોજન માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને યુજીસી દ્વારા કરવામાં આવ્યુ છે. આ સંમેલનનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કવર કરવામાં આવેલી મહત્વપૂર્ણ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં સમગ્ર, મલ્ટિ લેગ્વેજ, ફ્યૂચર એજ્યુકેશન, ક્વોલિટી રિસર્ચ અને શિક્ષણમાં સારામાં સારો સુધારા માટે ટેકનોલોજીના વધુને વધુ ઉપયોગને લઈ આ વિશેષ સત્ર આયોજીત કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સંજય ધોત્રે પણ સામેલ થશે. જ્યારે તમામ યુનિવર્સિટીઓના કુલપતિ, સંસ્થાઓના નિર્દેશક અને કોલેજોના આચાર્યો અને અન્ય શિક્ષણવિદો આ કાર્યક્રમમાં અલગ અલગ વિષયોને લઈ સત્રમાં ભાગ લેશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમની લાઈવ સ્ટ્રમીંગ સોશિયલ મીડિયા પર કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, નવી શિક્ષણ નીતિ 2020ને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. આ અગાઉ ભારતની શિક્ષણ નીતિ 34 વર્ષ પહેલા 1986માં તૈયાર કરવામાં આવી હતી. અને 1992માં તેને સંશોધન કરવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.