Western Times News

Gujarati News

રિચા ચડ્ડા કંગના સાથેની પંગા ફિલ્મને લઇને ઉત્સુક

મુંબઇ, બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડા કંગના રાણાવત સાથે તેની પંગા ફિલ્મને લઇને આશાવાદી છે. આ ફિલ્મ ૨૪મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત તેની પાસે કેટલીક મોટી ફિલ્મ છે. જેમાં ધુમકેતુ, ભોલી પંજાબનનો સમાવેશ થાય છે. ઉપરાંત તેની પાસે કેબરે સહિતની ફિલ્મ છે. શકીલા પર પણ એક ફિલ્મ બની રહી છે. રિચા આ ફિલ્મોમાં તેના દ્વારા હજુ સુધી અદા કરવામાં આવેલી ભૂમિકા કરતા અલગ ભૂમિકામાં નજરે પડનાર છે. તે પ્રથમ વખત આ પ્રકારની પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે. તેની પાસે મોટા ભાગની એવ ફિલ્મો છે જે સમાજ પર અસર કરી રહી છે. જેને લઇને મામલા સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ચુક્યા છે. તેની પાસે રહેલી ફિલ્મોમાં ભોલી પંજાબનનો સમાવેશ થાય છે. તે બોલિવુડમાં પોતાની છાપ મુજબની ફિલ્મો મેળવી રહી છે.

રિચા ચડ્ડાએ કહ્યુ છે કે દરેક નિર્માતા નિર્દેશકો સાથે કામ કરીને તે ખુશ છે. તેમની પાસેથી અનેક નવી બાબતો જાણવા મળી છે. સમાજમાં કેટલીક નબળાઇ પણ આ ફિલ્મમાં દર્શાવાઇ છે. સમાજમાં રહેલી આ નબળાઇના કારણે જ બાળકો કેટલીક જટિલ સમસ્યામાં ઘેરાયેલા રહે છે.છેલ્લે તે લવ સોનિયા ફિલ્મમાં નજરે પડી હતી. લવ સોનિયાના વિષયને લઇને રિચાએ કહ્યુ છે કે તે આ ફિલ્મના વિષયને લઇને પહેલાથી જ ઉત્સુક હતી. પોતાના રોલના સંબંધમાં વાત કરતાસેક્સી સ્ટાર રિચાએ કહ્યુ હતુ કે તેની ભૂમિકા ફિલ્મમાં ખુબ ટફ હતી. ખુબ મહેનત કરવામાં આવ્યા બાદ ફિલ્મની પટકથા લખવામાં આવી હતી. ફિલ્મમાં તે એક પ્રોસ્ટીટ્યુશનની ભૂમિકા અદા કરી ગઇ હતી. ફિલ્મની પટકથા તેના રોલની આસપાસ ફરે છે. રિચા પોતાની અન્ય ફિલ્મોને લઇને પણ આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તેની બોલિવુડમાં જે પ્રકારની છાપ છે તેને લઇને તે બિલકુલ પરેશાન નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.